યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
ખેડૂતો ને મળશે ₹ 6000 દર વર્ષે
👉1.વગર રોકાણે ખેડૂતોને કમાણી
કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્યની સરકારો દેશના ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. આવી જ એક યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ખેડૂતોને થોડા પૈસા આપવામાં આવે છે.
👉2. રુપિયા સીધા એકાઉન્ટમાં ટ્રાન્સફર
આ પૈસા ખેડૂતોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત 13 હપ્તાઓ ખેડૂતોને ચૂકવવામાં આવ્યા છે. દેશના કરોડો ખેડૂતો 14મા હપ્તાની રાહ જોઇને બેઠા છે. જોકે, હવે તેમની રાહ સમાપ્ત થવાના આરે છે.
👉3. ઘણા ખેડૂતો હજુ લાભ નથી ઉઠાવી શક્યા
જુલાઇ મહીનામાં દેશના કરોડો ખેડૂતોના એકાઉન્ટમાં કિસાન સન્માન નિધિનો 14મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે તેવી શક્યતા છે. આપને જણાવી દઇએ કે, પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે. આ પૈસા ખેડૂતોને હપ્તામાં આપવામાં આવે છે. દરેક હપ્તામાં 2000 રૂપિયા મળે છે, જેમાં વર્ષમાં 3 હપ્તામાં પૈસા જાહેર કરવામાં આવે છે.
👉4. ખોટી રીતે પૈસા લેવા પડશે ભારે
પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. હકીકતમાં અમુક લોકો ખોટી રીતે પીએમ કિસાન યોજનાનો ફાયદો ઉઠાવી રહ્યા છે, આવા લોકોને સરકાર નોટિસ મોકલીને પૈસા પરત વસૂલી રહી છે. તો ઘણા ખેડૂતો કિસાન યોજનામાં એપ્લાય કરતી સમયે પોતાના બેંક એકાઉન્ટ ડિટેલ્સ અને આધાર નંબરમાં ભૂલ કરી બેસે છે.
👉5. આવી ભૂલો ન કરતાં
તો ઘણા ખેડૂતો એવા છે, જેણે અત્યાર સુધી ઇ-કેવાયસી કરાવ્યું નથી. તેવામાં પીએમ કિસાન યોજનાનો લાભ મળી શકશે નહીં. ઘણા ખેડૂતોને ચિંતા છે કે તેમનું નામ લીસ્ટમાંથી કપાઇ તો નહીં ગયું હોય ને? તો તમે તમારી આ શંકાનું સમાધાન ઓફિશ્યલ વેબસાઇટ પર બેનિફિશયરી લિસ્ટમાં તમારું નામ ચેક કરીને કરી શકો છો.
👉6. આજે જ કરાવો જમીનની ભૌગોલિક ચકાસણી
પીએમ કિસાન સન્માન નિધિના 14મો હપ્તો મેળવવા માટે જમીનની ભૌગોલિક ચકાસણી કરાવવી જરૂરી છે. જો તમે કોઇ કારણસર આ કામ નથી કરાવી શક્યા, તો તરત જ કરાવી લો. તેના માટે તમારા નજીકના કૃષિ કાર્યાલયનો કોન્ટેક્ટ કરો અથવા તો હેલ્પલાઇન નંબર દ્વારા મદદ લઇ શકો છો.
👉સંદર્ભ : Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર