કૃષિ વાર્તાઝી ન્યુઝ
ખેડૂતો ને ભેટ, DAP ખાતર પર મળતી સબ્સિડીમાં કર્યો વધારો !
👉 કેન્દ્ર સરકારે કિસાનોને ભેટ આપતા ડાઇઅમોનિયા ફાસ્ટેટ (DAP) ખાતરની એક બેગની કિંમતને ઘટાડી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ બુધવારે પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરી આ જાણકારી આપી છે. અડધા ભાવમાં મળશે ખાતર 👉 પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યુ- સરકાર કિસાનોનું જીવન સારૂ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેથી આંતરરાષ્ટ્રીય મૂલ્યોમાં વધારા છતાં અમે જૂના દર પર ખાતર ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. આજના નિર્ણય બાદ DAP ખાતરની એક બેગ 2400ની જગ્યાએ 1200 રૂપિયામાં મળશે. હવે મળશે 140 ટકા સબ્સિડી 👉 હકીકતમાં સરકારે DAP પર મળનાર સબ્સિડી પ્રતિ બેગ 500 રૂપિયાથી વધારી 1200 રૂપિયા કરી દીધી છે. સરળ શબ્દોમાં કહીએ તો સબ્સિડીને 140 ટકા કરી દીધી છે. હવે કિસાનોએ 2400 રૂપિયામાં મળતી ખાતરની બેગ માટે અડધી કિંમત એટલે કે 1200 રૂપિયા ચુકવવા પડશે. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં વધ્યા છે 60-70 ટકા ભાવ 👉 ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષે ડીએપીની કિંમત 1700 રૂપિયા પ્રતિ બેગ હતી. તેના પર કેન્દ્ર સરકાર 500 રૂપિયા સબ્સિડી આપતી હતી. આ રીતે કિસાનોએ પ્રતિ બેગ ખાતર માટે 1200 રૂપિયા ચુકવવા પડતા હતા. પરંતુ હાલમાં ડીએપીના ઉપયોગ થનાર ફોસ્ફોરિક એસિડ, અમોનિયા વગેરેની કિંમતમાં 60-70 ટકા જેટલો વધારો થયો હતો. તેના કારણે ડીએપીની એક બેગની કિંમત 2400 રૂપિયા થઈ ગઈ હતી. સબ્સિડી ઘટાડીને ખાતરની બેગનું વેચાણ કંપનીઓ 1900 રૂપિયામાં કરી રહી હતી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ઝી ન્યુઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
27
14