AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતો નું દેવું માફ થશે કે નહીં, જાણો અગત્યના સમાચાર !
કૃષિ વાર્તાVTV ગુજરાતી
ખેડૂતો નું દેવું માફ થશે કે નહીં, જાણો અગત્યના સમાચાર !
👉 કોરોના વાયરસ મહામારીનાં કારણે દેશ અને દુનિયા પીડાઈ રહી છે, મહામારીનાં કારણે ગરીબ અને મધ્યમ વર્ગને સૌથી વધારે નુકસાન થયું છે જ્યારે ખેતી ક્ષેત્રને પણ જોરદાર ફટકો પડ્યો છે. એવામા ખેડૂતોનાં દેવા માફીને લઈને કેન્દ્ર સરકારે સંસદની અંદર જવાબ આપ્યો છે. ગુજરાતનાં ખેડૂતોનાં માથે 90 હજાર કરોડથી વધારે રૂપિયાનું દેવું છે. ખેડૂતોની આવક વધારવાનો PM નો છે નારો : 👉 સરકારનો નારો છે કે દેશનાં ખેડૂતોની આવકને ડબલ કરી દેવામાં આવશે. તે જ દિશામાં વડાપ્રધાન દ્વારા અમુક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે અને પીએમ પોતે પણ આ મુદ્દે અનેક વાર કહી ચૂક્યા છે કે ખેડૂતોની આવક વધારવામાં આવશે. કેન્દ્રએ કહ્યું દેવામાફીની કોઈ યોજના નથી : 👉 કેન્દ્ર સરકારને સંસદમાં પૂછવામાં આવ્યું કે શું કેન્દ્ર સરકાર ખેડૂતોનું દેવું માફ કરી દેવા માટે યોજના બનાવી રહી છે? ત્યારે તેના પર લેખિતમાં સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો છે કે દેવામાફીને લઈને હાલમાં સરકારની આવી કોઈ યોજના નથી. ખેડૂતો હાલ આશા કરી રહ્યા છે કે સરકાર તરફ થી થોડી લોન માં રાહત મળી શકે પરંતુ હવે જોવાનું એ રહ્યું છે કે સરકાર આ અંગે આગામી દિવસો માં શું વિચારણા કરશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
41
5
અન્ય લેખો