AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાVTV ગુજરાતી
ખેડૂતો દિલ ખોલીને કરો ખરીદી, જાણો આ યોજના વિશે !
સરકાર ખાતર, બિયારણ અને ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપે છે 👨‍🌾 કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના સિવાય ઘણી યોજનાઓ ચલાવી રહી છે: PM કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 10મો હપ્તો ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.PM કિસાન યોજના સિવાય સરકાર એવી ઘણી યોજનાઓ પણ ચલાવી રહી છે જેમાં ખેડૂતોને ઘણા લાભો આપવામાં આવી રહ્યા છે. 👨‍🌾 પીએમ કિસાન સન્માન નિધિ યોજના: આ યોજના હેઠળ સરકાર નાના ખેડૂતોને આર્થિક સહાય આપે છે. આ યોજનામાં 2000 રૂપિયાના 3 હપ્તા એટલે કે 6000 રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં આ યોજનાના 9 હપ્તાઓ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા ઈચ્છો છો, તો તમે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવીને CSCમાં નોંધણી કરાવી શકો છો. આ સિવાય પીએમ કિસાન GOI મોબાઈલ એપ પર પણ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. 🌾 પીએમ પાક વીમા યોજના: કેન્દ્ર સરકારે દેશના ખેડૂતોને વાવાઝોડા, દુષ્કાળ, વરસાદ, ભૂકંપ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોથી થતા આર્થિક નુકસાનમાંથી બચાવવા માટે આ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ, જો કોઈ ખેડૂતને પાકનું નુકસાન થયું હોય અને તેનો વીમો આ યોજનામાં હોય, તો તેને સરકાર તરફથી 40,700 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. યોજના સંપૂર્ણ લણણી માટે સમયસર આવે છે. 💳 કિસાન ક્રેડિટ યોજના: આ યોજના હેઠળ ખેડૂતોને બિયારણ, ખાતર અને યુરિયા જેવી વસ્તુઓ ખરીદવા માટે સરળ લોન આપવા માટે શરૂ કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને 4 ટકાના વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન મળે છે. કિસાન ટ્રેક્ટર યોજના 🚜 કિસાન ટ્રેક્ટર યોજના: કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવામાં અડધી સબસિડી આપી રહી છે. આ યોજનાના લાભાર્થી ખેડૂતોએ ટ્રેક્ટરની માત્ર અડધી કિંમત ચૂકવવી પડશે, જ્યારે સરકાર અડધી કિંમત ચૂકવશે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા ઈચ્છો છો, તો આ માટે તમારી પાસે આધાર કાર્ડ, પાસપોર્ટ સાઈઝનો ફોટો, બેંકની વિગતો, જમીનના કાગળો હોવા જોઈએ. સંદર્ભ : VTV ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
34
6
અન્ય લેખો