યોજના અને સબસીડીVTV ગુજરાતી
ખેડૂતો કરે ફક્ત આટલું કામ તો મળશે 3000 મહિને !
👉 કેન્દ્ર સરકાર તરફથી દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે આ પેન્શન યોજના ચલાવવામાં આવી રહી છે. મોદી સરકારે ખેડૂતો માટે ઘણી યોજનાઓની જાહેરાત કરી છે. આ યોજનાઓમાં નામમાત્રના ખર્ચ પર ખેડૂતોને સારો લાભ મળે છે. તેમાંથી જ એક છે પ્રધાનમંત્રી માનધન યોજના. કેન્દ્ર સરકારની તરફથી દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે આ પેન્શન યોજના ચલાવવામાં આવી રહી છે. તેમાં 60ની ઉમંર બાદ તમને દર મહિને 3000 રૂપિયાની સુવિધા આપવામાં આવી રહી છે.
વગર પૈસા લઇ શકો છો લાભ :
👉 જો કોઈ ખેડૂત પીએમ ખેડૂત સન્માન નિધિનો લાભ લઈ રહ્યો છે તો તેને તેના માટે કોઈ દસ્તાવેજ નહીં આપવામાં આવે. આ યોજના હેઠળ ખેડૂત પીએમ કિસાન સ્કીમમાંથી મળતા લાભમાં સીધો જ અંશદાન કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. આ રીતે તેમને સીધા પોતાના ખિસ્સામાંથી પૈસા નહીં કપાવવા પડે.
કોણ લઈ શકે છે આ યોજનાનો ફાયદો?
👉 ખેડૂત માનધન યોજનાનો ફાયદો 18થી 40 વર્ષ સુધીના કોઈ પણ ખેડૂત લઈ શકે છે.
👉 તે ઉપરાંત તમારી પાસે વધુમાં વધુ 2 હેક્ટર સુધીની ખેતી લાયક યોગ્ય જમીન હોવી જોઈએ.
👉 તમને ઓછામાં ઓછા 20 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ સુધી 55 રૂપિયાથી 200 રૂપિયા સુધી માસિક અંશદાન કરવાનું રહેશે. જે ખેડૂતોની ઉંમર પર નિર્ભર છે.
👉 જો 18 વર્ષની ઉંમરમાં જોડાવો છો તો માસિક અંશદાન 55 રૂપિયા દર મહિને થશે.
👉 જો 30 વર્ષની ઉંમરમાં આ યોજના સાથે જોડાવ છો તો 110 રૂપિયા જમા કરવાના રહેશે.
👉 જો તમે 40ની ઉંમરમાં જોડાવ છો તો દર મહિને 200 રૂપિયા જમા કરવાના રહેશે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : VTV ગુજરાતી.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.