AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતો એવી ખેતી તરફ વળ્યા, જે કરાવશે સોના જેવી કમાણી !
સ્માર્ટ ખેતીZee News
ખેડૂતો એવી ખેતી તરફ વળ્યા, જે કરાવશે સોના જેવી કમાણી !
➡️ ચોમાસામાં ભારે વરસાદને કપાસ અને મગફળીના પાકને અસર થઈ છે, પરંતુ સોયાબીનનો પાક સલામત રહ્યો. 💠 કેતન બગડા:અમરેલી જિલ્લામાં મુખ્યત્વે કપાસ અને મગફળીનું વાવેતર વધુ થતું હોય છે. પરંતુ આ વર્ષે ખેડૂતો એવી નવી ખેતી તરફ વળ્યા, કે ખેતરમાં સોનુ પાક્યુ હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. કપાસ અને મગફળીને છોડીને તેઓ સોયાબીનની ખેતી તરફ વળ્યા છે. દર વર્ષે ખેડુતો પાકની પેટર્ન બદલાવતા હોય છે ત્યારે આ વર્ષે અમરેલી જિલ્લાના ખેડુતોએ કપાસ અને મગફળીની સાથે સોયાબીનનું પણ વાવેતર કર્યું છે. તેનો સીધો ફાયદો એ થયો છે કે, ચોમાસામાં ભારે વરસાદને કપાસ અને મગફળીના પાકને અસર થઈ છે, પરંતુ સોયાબીનનો પાક સલામત રહ્યો છે. 💠 વધુ ભાવ મળવાની ખેડૂતોને આશા: અમરેલી જિલ્લો કપાસ અને મગફળીના પાક માટે જાણીતો છે. ત્યારે આ વર્ષે ખેડુતોએ કપાસ, મગફળીની સાથે સોયાબીનનું પણ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. સામાન્ય રીતે અમરેલી જિલ્લાના ખેડૂતો દર વર્ષે ખેત જણસોનું અલગ અલગ વાવેતર ક્રેટ હોય છે. આ વર્ષે ખેડૂતોએ નવી પેટન્ટમાં સોયાબીનનું વાવેતર કર્યું છે. ખેડૂત હરેશભાઈ બુહાએ જણાવ્યું કે, ગત વર્ષે સોયાબીનનો ભાવ લઈને 900 રૂપિયા સુધી ઉંચા ભાવ રહ્યા હતા. ત્યારે આ વર્ષે વરસાદ સારો થવાથી સોયાબીનનો પાક ખૂબ સારો થયો છે. ત્યારે આ વર્ષે ખેડૂતોને આશા બંધાઈ છે કે, આ વર્ષે સોયાબીનના રૂપિયા 1100 થી લઈને 1200 રૂપિયા સુધીનો ભાવ મળશે. 💠 વરસાદમાં સલામત રહ્યો સોયાબીનનો પાક: આ વર્ષે અમરેલી જિલ્લામાં વરસાદ ખૂબ સારો હતો, તેને લઈને ખેડૂતોને પણ ફાયદો થયો છે. પરંતુ પાછળથી વરસાદ આવતા કપાસ અને મગફળીના પાકને થોડું ઘણું નુકસાન થયું છે, ત્યારે આ વર્ષે ખેડૂતોએ સોયાબીનનું વાવેતર કર્યું છે. વરસાદથી સોયાબીનના પાકને નુકશાન નથી જોવા મળ્યું. આથી સોયાબીન ના વાવેતરથી ખેડૂતોને સારા ભાવ મળવાની આશા છે. 💠 ખેતી કરતા ખેડૂતોને પોતાના પાકના સારા ભાવ મળે તેવી આશા હોય છે. અમરેલી જિલ્લાના ખેડૂતોએ આ વર્ષે પણ સોયાબિનનું વાવેતર કર્યું છે. આ વાવેતર તેમને ફળદાયી સાબિત થયું છે. ઉપરથી ગત વર્ષ કરતા આ વર્ષે સારા ભાવ મળશે અને ખેડૂતોને યોગ્ય વળતર મળશે તેવી આશા રાખી રહ્યા છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ઝી ન્યુઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
9
6