AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતો આ યોજનાનો લાભ મેળવવા જલ્દી કરો રજીસ્ટ્રેશન, 31 જુલાઈ છે અંતિમ તારીખ !
યોજના અને સબસીડીTV9 ગુજરાતી
ખેડૂતો આ યોજનાનો લાભ મેળવવા જલ્દી કરો રજીસ્ટ્રેશન, 31 જુલાઈ છે અંતિમ તારીખ !
▪️ ખરીફ સીઝનના પાક જેવા કે ડાંગર, મકાઈ, બાજરી, કપાસ વગેરે માટે પાક વીમો લેવાની છેલ્લી તારીખ 31 જુલાઈ નક્કી કરવામાં આવી છે. એટલે હવે તેના માટે તમારી પાસે ફક્ત થોડા દિવસ જ બાકી છે. ધ્યાનમાં રાખો કે છેલ્લી તારીખ માટે ભલે એક મહિનો બાકી છે, પરંતુ તમારે પાક વાવણીના 10 દિવસની અંદર યોજનામાં જોડાવું પડશે. ▪️ સરકારે હવે પીએમ ફસલ બીમા યોજનાને સ્વૈચ્છિક બનાવી છે. જો તમે ઇચ્છો તો જ તેનો લાભ આપવામાં આવશે, જ્યારે પહેલા આ પ્રકારે નહોતું. ખાસ કરીને જે ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવતા હતા તઓને તેમાં ફરજીયાત સામેલ કરવામાં આવતા હતા અને તેમની લોનની રકમમાંથી પ્રીમિયમ કાપવામાં આવતું હતું. તમારે 24 જુલાઈ સુધીમાં બેંકને કહેવું પડશે કે તમારે પાક વીમાની જરૂર નથી. આ માટે બેંક તમારી પાસેથી લેખિત અરજી લેશે. ▪️ જો કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ખેતી માટે લોન લેતા ખેડૂત યોજનાનો લાભ લેવા માંગતા નથી અને તેની જાણ બેંકને અરજી દ્વારા નહીં કરે, તો બેંક ખેડૂતના પાકનો વીમો લેવા માટે અધિકૃત રહેશે. જે ખેડૂતોએ સરકારી લોન લીધેલ નથી તેઓએ ગ્રાહક સેવા કેન્દ્ર અથવા વીમા કંપનીના પ્રતિનિધિ પાસેથી તેમના પાકનો વીમો કરાવી શકે છે. ▪️ જો તમે પહેલાથી જ આયોજન કરેલા પાકને બદલવા માંગતા હોય તો તે પણ શક્ય છે. ખેડૂતે પાકની બદલી માટે બેંકને છેલ્લા તારીખના ઓછામાં ઓછા બે દિવસ પહેલાં એટલે કે 29 જુલાઇ સુધીમાં જાણ કરવાની રહેશે. આ યોજનાને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે જિલ્લા કક્ષાએ પ્રોજેક્ટ અધિકારીઓ અને સર્વેયરની નિમણૂક કરવામાં આવી છે. ▪️ વીમા કંપનીઓએ ખેડૂતોની મદદ માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ તેમના કર્મચારીઓની નિમણૂક કરી છે. યોજના અંતર્ગત ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે રાજ્ય અને જિલ્લા કક્ષાએ ફરિયાદ નિવારણ સમિતિઓની રચના કરવામાં આવી છે. ▪️ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય સ્તરે યોજનાની શરૂઆત (13 જાન્યુઆરી 2016) થી ડિસેમ્બર -2020 સુધીમાં, ખેડૂતોએ લગભગ 19 હજાર કરોડ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવ્યું, જેના બદલામાં તેમને લગભગ દાવાના રૂપમાં 90 હજાર કરોડ રૂપિયા મળ્યા હતા. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV 9 ગુજરાતી આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
6
અન્ય લેખો