ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાVTV Gujarati News
ખેડૂતોમાં ખુશી ! કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનનો મહત્વ નો નિર્ણય!
👉 શાકભાજી રાખવાના ભાવમાં ઘટાડો 👉 2 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હતો જેને હવે 1 રૂપિયા 70 પૈસા કરાયો 👉 ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યાં છે. જેમાં ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા શાકભાજીને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાના ભાવમાં ઘટાડો કર્યો છે. એસોસિએશન દ્વારા કોલ્ડ સ્ટોરજના ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે. 👉 જાણો એસોસિશન દ્વારા કેટલો ઘટાડો કરાયો 👉 ડીસા એસોસિએશન દ્વારા ખેડૂતોને રાહત મળે તે માટે 2 રુપિયા પ્રતિ કિલોનો જે ભાવ હતો તેમાં ઘટાડો કરી ને માત્ર 1 રૂપિયા 70 પૈસા કરવાનો નિર્ણય લીધો છે. 👉 બનાસકાંઠા એસોસિએશન દ્વારા જે અગાઉ 2.40 રૂપિયા લેવામાં આવતો હતો તેને હવે 2 રૂપિયા પ્રતિ કિલોકોનો ભાવ કરવામાં આવ્યો છે. 👉 જ્યારે અન્ય 2.60 રૂપિયા ભાવ હતો જેમાં ઘટાડો કરી તે દેવ 2.40 રૂપિયા પ્રતિ કિલો કરાયો છે. 👉 ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા કિસાન સંઘની માંગને લઇને કોલ્ડ સ્ટોરેજના ભાડાના ઘટાડો કરવામાં આવ્યો છે. આમ કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. 👉 સંદર્ભ : VTV Gujarati News. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
2
2
સંબંધિત લેખ