AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતોને 5 લાખની સહાય, ડ્રોન ખરીદી ખેડૂત કરશે સ્માર્ટ ખેતી !
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
ખેડૂતોને 5 લાખની સહાય, ડ્રોન ખરીદી ખેડૂત કરશે સ્માર્ટ ખેતી !
📢 સરકારે ડ્રોન દ્વારા કૃષિ ક્ષેત્રમાં મોટા પરિવર્તનની તૈયારી શરૂ કરી દીધી છે. આનાથી ખેડૂતોને સુવિધા મળશે. ખેતીનો ખર્ચ ઘટશે. પ્રારંભિક તબક્કામાં લગભગ એક ખેડૂત ડ્રોન દરેક ગામ સુધી પહોંચે તેવી અપેક્ષા છે. કેન્દ્રએ વ્યક્તિગત રીતે ડ્રોનની ખરીદી માટે નાણાકીય સહાય આપવાનું પણ નક્કી કર્યું છે. જે અંતર્ગત અનુસૂચિત જાતિ, જનજાતિ, નાના અને સીમાંત ખેડૂતો, મહિલાઓ અને પૂર્વોત્તર રાજ્યોના ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે ખર્ચના 50 ટકા અથવા વધુમાં વધુ 5 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. જ્યારે અન્ય ખેડૂતોને 40% અથવા વધુમાં વધુ 4 લાખ રૂપિયાની સહાય મળશે. ફાર્મ મશીનરી તાલીમ અને પરીક્ષણ સંસ્થાઓ, ભારતીય કૃષિ સંશોધન પરિષદ સંસ્થાઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓને ડ્રોનની ખરીદી માટે ખર્ચના 100% ના દરે સહાય પૂરી પાડવામાં આવશે. 📢 FPOને ખેતરોમાં પ્રદર્શન માટે કૃષિ ડ્રોન ખર્ચના 75% સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે. કૃષિ ક્ષેત્રમાં શું કામ કરશે ડ્રોન : 📢 સરકાર પાક મૂલ્યાંકન, જમીનના રેકોર્ડના ડિજિટાઇઝેશન, જંતુનાશકો અને પોષક તત્વોનો છંટકાવ કરવા માટે 📢 કિસાન ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે, જેની બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવી છે. 📢 તોમરે કહ્યું હતું કે આ ટેક્નોલોજીને ખેડૂતો માટે પોસાય તેવા પ્રયાસો ચાલુ છે. 📢 બાગાયતી પાકો પર છંટકાવમાં ડ્રોનનો ઘણો ઉપયોગ થઇ શકે છે. 📢 ડ્રોન ખેડૂતોને ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા, બિયારણ, ખાતર અને સિંચાઇના પાણી જેવા ઇનપુટ્સના ઉપયોગની કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે ખેડૂતોને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં મદદ કરે છે. ઉપરાંત વિવિધ કૃષિ કામગીરી સાથે સંકળાયેલા માનવ શ્રમને ઘટાડે છે. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
33
3
અન્ય લેખો