AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતોને હવે 6000 ની સાથે 36000 નો લાભ, યોજના જાણો વિગતવાર !
કૃષિ વાર્તાઝી ન્યુઝ
ખેડૂતોને હવે 6000 ની સાથે 36000 નો લાભ, યોજના જાણો વિગતવાર !
👨‍🌾 પીએમ કિસાન સમ્માન નિધિ ના લાભાર્થિઓ માટે હાલ એક ખુશખબર સામે આવી છે. ખેડૂતોને આ યોજના હેઠળ દર મહિને 3000 રૂપિયા મળી શકે છે અને તેના માટે તેમને કોઈ જરૂરી દસ્તાવેજ પણ આપવાની જરૂર નથી. પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી ખેડૂતોને 2000ના ત્રણ હપ્તા એટલે કે વર્ષે 6000 રૂપિયા મળે છે. પરંતુ આ યોજના હેઠળ હવે તમને વર્ષે 36000 રૂપિયા મળી શકે છે. 👨‍🌾 કિસાન માનધન યોજના અંતર્ગત ખેડૂતોને દર મહીને પેન્શન આપવામાં આવે છે. આવો જાણીએ તમે કેવી રીતે આ યોજનામાં સામાન્ય પૈસા જમા કરીને ગેરંટી પેન્શન મેળવી શકો છો. 👨‍🌾 આ યોજનામાં 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીના ખેડૂત રોકાણ કરી શકે છે. તેમાં ઉંમરના હિસાબે રોકાણની રકમ નક્કી કરવામાં આવી છે. આ યોજનાના ફાયદો કોણે મળશે? 1. આ યોજનાનો લાભ 18થી 40 વર્ષ સુધીના કોઈ પણ ખેડૂત લઈ શકે છે. 2. તેના માટે સૌથી વધુ 2 હેક્ટર સુધીની જ ખેતીલાયક જમીન હોવી જોઈએ. 3. તેમાં ઓછામાં ઓછા 20 વર્ષ અને સૌથી વધુ 40 વર્ષ સુધી ખેડૂતોને 55 રૂપિયાથી 200 રૂપિયા સુધીમાં માસિક રોકાણ કરવાનું રહેશે, જે ખેડૂતના ઉંમર પર નિર્ભર છે. 4. 18 વર્ષની ઉંમરથી જોડાનારા ખેડૂતોને માસિક 55 રૂપિયા આપવા પડશે. 5. જો કોઈ ખેડૂતની ઉંમર 30 વર્ષ છે તો તેમને 110 રૂપિયા જમા કરવાના રહેશે. 6. જો તમે 40ની ઉંમરમાં જોડાશો તો દર મહીને 200 રૂપિયા જમા કરાવવાના રહેશે. સંદર્ભ : ઝી ન્યુઝ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
50
13
અન્ય લેખો