કૃષિ યાંત્રિકીકરણTV 9 ગુજરાતી
ખેડૂતોને હવે સસ્તા દરે ભાડા પર મળશે કૃષિ યંત્ર, બસ આ રીતે કરો રજીસ્ટ્રેશન !
👉 આજના યુગમાં કૃષિ મશીનરી વગર ખેતીની પણ કલ્પના કરી શકાતી નથી. આ સ્થિતિમાં સરકારો તેમના ખેડૂતોને ગ્રાન્ટ અથવા ભાડા પર કૃષિ મશીનો આપી રહી છે. જેને અનુસંધાને કેન્દ્ર સરકારે FARMS- Farm Machinery Solutions App લોન્ચ કરી હતી. ખેડૂતો હવે આ એપ દ્વારા કૃષિ મશીનરી ભાડે લઇ શકે છે. જેથી ખેડૂતોને ખેતી કરવાનું સરળ બનશે તો સાથે સાથે નફામાં પણ વધારો થશે. આ રીતે કરો રજીસ્ટ્રેશન : 👉 આ એપ ભારત સરકારના કૃષિ અને કલ્યાણ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવી છે. ખેડૂત ભાઈઓ આ એપ દ્વારા ટ્રેક્ટર, ટિલર, રોટાવેટર જેવી તમામ મશીનરી ભાડે લઇ શકે છે. સૌથી પહેલા ખેડૂતોએ આ એપને ડાઉનલોડ કરવી પડશે, પછી જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.જો ખેડૂતો કૃષિ મશીનરી ભાડે લેવા માંગતા હોય તો તેમણે યુઝર કેટેગરીમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જો તમે મશીનરી ભાડે આપવા માંગતા હોય તો તમારે સર્વિસ પ્રોવાઇડરની કેટેગરીમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. સુવિધા : 👉 ભાડા પર ફાર્મ મશીનરી 👉કૃષિ મશીનરી પર સબસિડી 👉 નજીકની CHC કેન્દ્ર માહિતી ફાર્મ મશીનરી બેંકોની પણ સરકાર કરી રહી છે તૈયારી : 👉 ભારત સરકારનું મુખ્ય લક્ષ્ય આગામી સમયમાં ખેડૂતોની આવક બમણી કરવાનું છે. આ માટે સૌથી મોટી જરૂરિયાત એ છે કે નાના અને સીમાંત ખેડૂતોએ પણ નવી ખેતી ટેકનિકો અને નવી કૃષિ યોજનાઓનો ઉપયોગ કરવો જોઈએ. ખેડૂતોને સબસિડી મશીનો ખરીદવા માટે સક્ષમ બનાવવા માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે CHC કેન્દ્રોની મદદથી ગ્રામ પંચાયતોમાં ફાર્મ મશીનરી બેંકો સ્થાપવા માટે કામ કરી રહી છે. આ બેંકોની મદદથી ખેડૂતો કૃષિ મશીનરી સસ્તા અને સબસિડીવાળા ભાવે પણ લઇ શકે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV 9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
28
12
અન્ય લેખો