કૃષિ વાર્તાVTV ગુજરાતી
ખેડૂતોને સરકાર આપી રહી છે ₹ 15 લાખની મદદ, કરો અરજી !
💎 દેશભરના ખેડૂતોને સરકાર તરફથી નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક મદદ આપવામાં આવશે. આ માટે 11 ખેડૂતોએ મળીને એક સંસ્થા કે કંપની બનાવવાની રહેશે.
💎 કેન્દ્ર સરકાર ખેડૂતોને દરેક રીતે મદદ પૂરી પાડવાનો પ્રયાસ કરે છે. તેમની આવક વધારવાથી લઈને આર્થિક મદદ પૂરી પાડવા સુધી સરકાર વિચારણા કરતી રહે છે. બીજી તરફ, ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા પર સરકાર તરફથી 15 લાખ રૂપિયા મળશે. તમે આ સરકારી યોજનાનો લાભ કેવી રીતે લઈ શકો છો.
💸 કેવી રીતે મેળવશો 15 લાખ: સરકારે "પીએમ કિસાન એફપીઓ સ્કીમ" શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠન ને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. જેથી સરકાર તરફથી દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક મદદ આપવામાં આવશે. આ માટે 11 ખેડૂતોએ મળીને એક સંસ્થા કે કંપની બનાવવાની રહેશે. આનાથી ખેડૂતો માટે કૃષિ સાધનો અથવા ખાતર, બિયારણ અથવા દવાઓ ખરીદવાનું પણ વધુ સરળ બનશે.
💸 કેવી રીતે કરવી અરજી
-સૌ પ્રથમ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો.
-હવે તે વેબસાઇટનો હોમ પેજ ખુલશે.
-હવે હોમ પેજ પર FPOના ઓપ્શન પર ક્લિક કરો.
-હવે 'રજીસ્ટ્રેશન'ના ઓપ્શન પર ક્લિક કરો.
-હવે તમારી સામે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે.
-હવે ફોર્મમાં પૂછવામાં આવેલી માહિતી ભરવાની રહેશે.
-ત્યારબાદ તમે પાસબુક સ્કેન કરીને અપલોડ કરો અથવા ચેક અને આઈડી પ્રૂફ સ્કેન કરીને અપલોડ કરો.
-હવે સબમિટ ઓપ્શન પર ક્લિક કરો.
💸 લૉગ ઇન પ્રક્રિયા
-સૌથી પહેલા નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
-હવે તમારી સામે હોમ પેજ ખુલશે.
-તે પછી તમે FPO ના ઓપ્શન પર ક્લિક કરો.
-હવે લોગીન ઓપ્શન પર ક્લિક કરો.
-ત્યાર બાદ તમારી સામે લોગીન ફોર્મ ખુલશે.
-હવે તેમાં યુઝરનેમ, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખો.
-આ સાથે તમે લૉગ ઇન કરી લેશો.
સંદર્ભ : VTV ગુજરાતી,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.