AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતોને વગર વ્ચાજે મળશે પાક ધીરાણ!
કૃષિ વાર્તાન્યુઝ 18 ગુજરાતી
ખેડૂતોને વગર વ્ચાજે મળશે પાક ધીરાણ!
🥳રાજ્યના ખેડૂતોને વગર વ્યાજે પાક ધિરાણ મળશે. ખેડૂતોને વ્યાજ ન ભરવું પડે તે માટે સરકાર ચાર ટકા વ્યાજની સહાય છૂટી કરી છે. રાજ્ય સરકારના નિર્ણયથી હવે પછી જગતના તાતને ઝીરો ટકા વ્યાજે લોન મળી રહેશે. આ લોનનું જે વ્યાજ છે તે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વહેચાઈ જશે. અત્યારસુધી સરકારનો નિર્ણય ન થવાના કારણે ખેડૂતોને પાક પર ધિરાણ લેવામાં વ્યાજ ભરવું પડતું હતું. 🥳 વ્યાજ સહાય છૂટી કરતા રાહત: ખેડૂતોને દર વર્ષે કુલ 7 ટકા ધિરાણ સહાયતા મળી હોય છે. જેમાં રાજ્ય સરકાર ચાર ટકા, અને કેન્દ્ર સરકાર 3 ટકા વ્યાજ મળે છે. જોકે, રાજ્ય સરકારે આ અંગે નિર્ણય કરતા ખેડૂતોને વગર વ્યાજે પાક ધિરાણ મળશે. 🥳સહકારી સંસ્થાઓમાંથી પણ મળશે ધિરાણ આ ધિરાણ ખેડૂતોને પાક પર મળતું હોય છે. જે રાજ્યની તમામ સહકારી સંસ્થાઓમાંથી પણ મળી શકશે. સરકારે ચાર ટકા વ્યાજ છૂટું કરવાની જાહેરાત કરતા ખેડૂતોને વ્યાજ ભરવું નહીં પડે. 🥳ખેડૂતોને વગર વ્યાજે ઘિરાણ મળવું જોઈએ છતાં વ્યાજ ભરવું પડતું હતું તેથી અમે સંવેદનશીલ મુખ્યમંત્રીને રજૂઆત કરી અને તેમની સૂચનાથી જ આ નિર્ણય કરવામાં આવ્યો છે. સહકાર મંત્રીની હાજરીમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. 🥳ખેડૂતોને આ પાક ધિરાણની રકમ વિના વ્યાજે મળશે. ગુજરાત સરકારના ભાગે આવતા વ્યાજની યાર ટકાની રકમ સરકાર છૂટી કરશે જેથી ખેડૂતોને હવે પાક ધિરાણ પર વ્યાજ ભરવું નહીં પડે. સંદર્ભ : ન્યુઝ 18 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
43
12
અન્ય લેખો