કૃષિ વાર્તાVTV ગુજરાતી
ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી ટૂંક સમયમાં થઈ શકે આ જાહેરાત !
📍 રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર 📍 ખેતી સંરક્ષણ દિવાલની યોજનામાં થઈ શકે છે ફેરફાર 📍 હવે ટૂંકી જમીન ધરાવતા ખેડૂતોને મળશે યોજનાનો લાભ 👉 ખેતી સંરક્ષણ દીવાલની યોજનામાં થઈ શકે છે ફેરફાર: આ મર્યાદામાં વધારો કરવામાં આવતા હવે નાના ખેડૂતોને ફાયદો તેમજ સહાય મળી રહેશે, નાના ખેડૂતોને ખેતી સંરક્ષણ દિવાલ યોજનાનો લાભ મળે તે હેતુથી સરકારે 10 એકરની મર્યાદામાંથી હવે અઢી એકર કરી છે, જેને લઈને સરકાર ટૂંક સમયમાં વિધિવત રીતે જાહેરાત કરે તેવું મનાઈ રહ્યું છે. 👉 ખેડૂતોને મળી શકે છે આ લાભ: બીજી તરફ ખેડૂતોને હવે સરકાર દ્વારા મોટો ફાયદો આપવામાં આવી શકે છે જેમાં અગાઉ ખેડૂતોને ગોડાઉન બનાવા માટે 40 હજાર રૂપિયાની સરકાર દ્વારા સહાય આપવામાં આવતી હતી. પરંતું હવે તેમને તેના કરતા દોઢ ગણો કરી સહાય આપવાની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. અહીં ઉલ્લેખનિય છે કે અગાઉ સરકાર દ્વારા ખેડૂતોને 40 હજારની સહાય આપવામાં આવતી હતી. જેમા બદલે હવે ખેડૂતોને 1 લાખની સહાય આપવાની વિચારણા ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે 2 લાખના ખર્ચની મર્યાદામાં ખેડૂતો ગોડાઉન બનાવે તો સરકાર દ્વારા સબસીડી આપવામાં આવતી હોય છે. 👉 ટૂંક સમયમાં જ થઈ શકે છે મોટી જાહેરાત: હવે ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે 50 ટકા સબસીડી આપવામાં આવશે. જેથી ખેડૂતોને મોટી રાહત મળી રહેશે. આ માહિતી સામે આવ્યા બાદ રાજ્યના ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ સરકારે ખેડૂતોને જે નુકશાન થયું હોય તેને લઈને સહાય પેકેજની જાહેરાત કરી હતી જેમા ખેડૂતોને હેક્ટર દીઠ 13 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. 👉 સરકાર દ્વારા હવે ટૂંક સમયમાં બે લાખની કિંમતના ગોડાઉન માટે 1 લાખની સબસીડી આપવાની જાહેરાત કરવામાં આવશે. અગામી ટૂંક સમયમાં સરકાર દ્વારા વિધિવત રીતે આ મામલે જાહેરાત કરવામાં આવશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
5
અન્ય લેખો