કૃષિ વાર્તાવ્યાપાર જન્મભૂમિ
ખેડૂતોને માહિતી મળશે ફટાફટ, સરકાર તૈયાર કરશે ડેટાબેઝ !
👉 કેન્દ્ર સરકાર ખેડૂતોનો રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરવાનું વિચારી રહી છે. આ ડેટાબેઝમાં જમીનના રેકોર્ડઝ હશે અને એક જ સાઈન-ઓન સવલતનો ઉપયોગ કરીને કોઈ પણ તે જોઈ શકશે. ખેડૂતોને ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર, હવામાન વિશેની જાણકારી અને ચેતવણીઓ, વીમાની સવલતો અને આસપાસનાં વિસ્તારમાં પરિવહનની સગવડોની માહિતી જેવી સેવાઓ પૂરી પાડશે. 👉 કૃષિ પ્રધાન તોમારે લોકસભામાં જણાવ્યું હતું કે પ્રસ્તાવિત ડેટાબેઝ ખેડૂતોને ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર, જમીન અને છોડના જતનની જાણકારી, હવામાન સંબંધી જાણકારી અને ચેતવણીઓ, સિંચાઈની સગવડો, ધિરાણ અને વીમાની સગવડો, બિયારણ ખાતર અને દવાઓ વિશેની માહિતી, આસપાસના વિસ્તારોમાં પરિવહન સવલત વિશેની માહિતી, બજાર પ્રવેશ સંબંધી જાણકારી અને સમોવડિયા પાસેથી કૃષિ ઉપકરણો ઉછીના લેવા વિશેની માહિતી પૂરી પાડશે. 👉 તેમણે કહ્યું કે પ્રારંભમાં ડેટાબેઝમાં સરકારના ચોપડે જેમનાં નામ જમીનના માલિક તરીકે નોંધાયેલાં હશે તેવા ખેડૂતોનો સમાવેશ થશે. ભવિષ્યમાં રાજ્ય સરકારો અને અન્ય હિતધારકો સાથે ચર્ચા કરીને અન્ય લોકોનો સમાવેશ કરવાનું વિચારાશે. 👉 એકવાર આ ડેટાબેઝ તૈયાર થઈ જાય તો ખેડૂતોને વ્યક્તિગત સેવાઓ વગર માગ્યે પૂરી પાડી શકાશે, એમ કૃષિ પ્રધાને જણાવ્યું હતું. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : વ્યાપાર જન્મભૂમિ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
12
4
અન્ય લેખો