કૃષિ વાર્તાTech Khedut
ખેડૂતોને મળી શકે છે 15 લાખની સહાય, જાણો કેવી રીતે !
👨🌾 કેન્દ્ર સરકાર કિસાનોને ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન યોજના હેઠળ 15 લાખ ફંડ આપવાની પ્લાનિંગ કરી રહી છે. એના માટે 11 ખેડૂતોએ મળીને એક કંપની રજીસ્ટર્ડ કરાવવાની રહેશે. સરકાર આ કંપનીને 15 લાખ રૂપિયા આર્થિક મદદ કરશે, તે પણ ખુબ જ ઓછા વ્યાજ પર. સ્કીમ હેઠળ મળવા વાળા ફંડ પર સબસીડીનું પણ પ્રાવધાન છે.
👨🌾 વાસ્તવમાં, મોદી સરકારે પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી છે. ખેડૂતોને પોતાના મનથી કોઈપણ કૃષિ વ્યવસાય કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હશે. સરકાર તમને યોજના હેઠળ સબસિડી આપશે. ઉપરાંત, તમારે EMI દ્વારા પૈસા પરત કરવાના રહેશે
અરજી પ્રક્રિયા:
🈸 આ યોજનામાં જોડાવા માટે તમારે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવી પડશે.
👉 તે પછી હોમ પેજ પર FPO ના વિકલ્પ પર ક્લિક કરો.
✔ હવે ‘રજીસ્ટ્રેશન’ના વિકલ્પ પર ક્લિક કરો.
👉 હવે તમારી સામે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે.
✔ હવે ફોર્મમાં પૂછવામાં આવેલી માહિતી ભરો.
👉 આ પછી, તમે પાસબુક સ્કેન કરીને અપલોડ કરો અથવા ચેક અને આઈડી પ્રૂફ ઉમેરો.
✔ હવે સબમિટ ઓપ્શન પર ક્લિક કરો.
👉 તમારી દરખાસ્ત જોયા પછી, પૈસા તમારા સંયુક્ત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
સંદર્ભ : Tech Khedut,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.