યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
ખેડૂતોને મળશે અનેક લાભ
👉ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક સબસીડી ચોજનાઓ ચલાવવામાં આવે છે. ખેડૂતો ને વિવિધ પ્રકારના પાક ઉગાડવા અને ખેતી માટે ટ્રેકટર, પંપસેટ જેવી સાધનસામગ્રી ખરીદવા માટે IKHEDUT PORTAL 2023 પર ઓનલાઇન અરજીઓ કરી શકાશે. હાલ ખેડૂતો માટે બાગાયત વિભાગની વિવિધ યોજનાઓની સબસીડી મેળવવા IKHEDUT PORTAL 2023 ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યુ છે.
👉ચાલુ વર્ષમાં ખેડુતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકારશ્રી દ્વારા અખાત્રીજના શુભ દિવસ તા. ૨૨/૦૪/૨૦૨૩ થી તા. ૩૧/૦૫/૨૦૨૩ સુધી આઇ-ખેડુત પોર્ટલ શુભ દિવસથી ખુલ્લુ મુકવામાં આવેલ છે. આઈ-ખેડુત પોર્ટલ પર ખેડૂત ભાઈઓ ઓનલાઇન અરજીઓ કરી શકશે.
👉કેવી રીતે ઓનલાઇન અરજી કરવી?
બાગાયતી યોજનાઓનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ સબસીડી યોજનાનો લાભ લેવા માટે I kedut પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી Online Application કરી શકે છે. ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો તેની વિગતવાર માહિતી મેળવીશું.
-ખેડૂત ભાઈએ સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
-ગુગલ સર્ચ પરિણામમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
-ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
-જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “બાગાયતી યોજના” ખોલવીની રહેશે.
-જેમાં “બાગાયતી યોજના” ખોલ્યા બાદ વર્ષ-2023-24 ની કુલ 60 યોજનાઓ બતાવશે.
-જેમાં તમારે જરૂરિયાત મુજબની યોજનાની સામે ક્લિક કરવાનું રહેશે.
-હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
-અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
-જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
ખેડૂત Online Application Form માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
-લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
-ઓનલાઈન એપ્લિકેશન એક વાર કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
છેલ્લે,ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
👉સંદર્ભ :- Agrostar
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.