યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
ખેડૂતોને તબેલો બનાવવા પર મળશે સહાય !!
📢ખેડૂતોને દુધાળા પશુ ખરીદવા તથા તબેલો બનાવવા માટે અલગ-અલગ સહાય મળતી રહે છે
👉યોજનામાં મળવાપાત્ર સહાય :-
>લાભાર્થીને રૂપિયા ૪ લાખ નું ધિરાણ મળશે.
>લાભાર્થીઓએ આ ધિરાણ મેળવવા કુલ ધિરાણના ૧૦% પ્રમાણે ફાળો ભરવાનો રહેશે.
>આ ધિરાણ વાર્ષિક ૪ ટકાના દરે ભરવાનું હોય છે.
👉પરત કરવાનો સમય :-
>તબેલા માટેની લોન હેઠળ જો લોન પરત ચૂકવવામાં વિલંબિત થશે તો ૨% દંડનીય રહેશે.
>આ લોનની પરત ચુકવણી ૨૦ ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે.
>આ લોન માટે અરજદાર પાસે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ નિયત સમય કરતા પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકે છે.
👉તબેલા લોન યોજના ઓનલાઈન અરજી કઈ રીતે કરવી :-
આ યોજનાનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની વિગતવાર માહિતી મેળવીશું. જે માહિતી નીચે મુજબ છે.
૧) Gujarat Adijati Vikas Vibhag નીOfficial Website
૨) હવે તમને હોમ પેઝ પર "Gujarat Tribal Development Corporation” નામનું નવું પેજ ખૂલશે.
૩) જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરવાનું રહેશે.
૪) હવે તમારે વ્યકિતગત ID બનાવવાનું રહેશે.
૫) તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
૬) Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
૭) હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
૮) જેમાં યોજનાની પસંદગીમાં “તબેલા માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
૯) તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
Save કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્ટ લઈને સાચવી રાખવાની રહેશે.
૧૦) તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
૧૧) Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
૧૨) હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
સંદર્ભ : એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.