કૃષિ વાર્તાવ્યાપાર જન્મભૂમિ
ખેડૂતોને જાન્યુઆરી પછી કપાસ વેચવાની સલાહ !
કૃષિ સલાહકારોનું કહેવુ છે કે, ખેડૂતોએ પોતાના કપાસનો પાક હાલ વેચવો જોઇએ નહીં તેમજ તેનું વેચાણ જાન્યુઆરી 2021 પછી કરવું જોઇએ કારણ કે કપાસના ભાવ વધવાની આશા છે. રાજકોટમાં કપાસના હાલના ભાવ 5790 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે જ્યારે તેનો લઘુતમ ટેકાનો ભાવ 5825 રૂપિયા છે.' કૃષિ યુનિવર્સિટી જૂનાગઢના કૃષિ અર્થશાસ્ત્રીઓના મતે કપાસના ભાવ જાન્યુઆરી 2021 સુધી 5300-5875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની વચ્ચે વેપાર કરતા રહેશે. પરંતુ જાન્યુઆરી બાદ ઘણા સ્થાનિક તેમજ વૈશ્વિક પરિબળોના પગલે ભાવ ઉંચકાશે. એગ્રી ઇકોનોમિક્સ વિભાગના એસોસિએટ રિસર્ચ સાયન્ટિસ્ટ એમજી ધનધાલિયાના મતે ડિસેમ્બર 2019માં કોટનના ભાવ 5000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા જે એપ્રિલ 2020માં ઘટીને 4250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે આવી ગયા પરંતુ જુલાઇથી નિકાસમાં આવેલી તેજીથી બજાર ઉપરની તરફ ઉંચકાયુ અને ઓક્ટોબરમાં તે 5300 રૂપિયાની ઉપર પહોંચી ગયુ. કપાસના ભાવ મજબૂત થવાની અપેક્ષા છે કારણ કે તેનું વૈશ્વિક ઉત્પાદન ઘટ્યુ છે. ભારતમાં વર્ષ 2020-21માં કપાસનું વાવેતર 129.57 લાખ હેક્ટર રહેવાનો અંદાજ છે તેમજ કેન્દ્ર સરકારના પ્રથમ અગ્રિમ અંદાજ મુજબ ઉત્પાદન 371 લાખ ગાંસડી (પ્રતિ ગાંસડી 170 કિગ્રા) રહેવાની સંભાવના છે. અલબત્ત ઓક્ટબરના ત્રીજા સપ્તાહમાં પડેલા વરસાદથી કેટલાંક વિસ્તારોમાં પાકને નુકસાન થયાના અહેવાલ છે જેનાથી કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ આ અંદાજ 356 લાખ ગાંસડી વ્યક્ત કર્યો છે.' જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મતે કપાસના ભાવ નવેમ્બર 2020થી જાન્યુઆરી 2021 સુધી 5300-5875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહેવાનો અંદાજ છે. એવામાં ખેડૂતોએ પોતાનો પાક રાખવો જોઇએ તેમજ જાન્યુઆરી બાદ વેચવો જોઇએ. પરંતુ જો ખેડૂતો પોતાના પાકનો સંગ્રહ નથી કરી શકતા તો તેમણ સીસીઆઇના પ્રાપ્તિ કેન્દ્રો પર ટેકાના ભાવે વેચી દેવો જોઇએ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : વ્યાપાર જન્મભૂમિ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
62
11
અન્ય લેખો