AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતોનું ટેન્શન હવે ખતમ, DAP ખાતર નો જલ્દી જ મળશે વિકલ્પ !
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ખેડૂતોનું ટેન્શન હવે ખતમ, DAP ખાતર નો જલ્દી જ મળશે વિકલ્પ !
📢 ડીએપી ખાતર અને મોંઘવારીની સમસ્યાનો સામનો કરી રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર છે. કૃષિ ક્ષેત્રે ખૂબ જ આગળ રહેલું હરિયાણા તેનો વિકલ્પ શોધી રહ્યું છે. કૃષિ મંત્રી જે.પી. દલાલે કહ્યું છે કે ગાયના છાણમાંથી તૈયાર કરાયેલ કોસ્ફેટ રિચ ઓર્ગેનિક ખાતર ( PROM - Phosphate Rich Organic Manure ) પ્રોમ DAP ખાતરનો વિકલ્પ બની શકે છે. 📢 હવે ખરીફ સીઝન માથે છે અને કૃષિ મંત્રી ડીએપીના વિકલ્પ તરીકે 'પ્રોમ’ની વાત કરી રહ્યા છે. રાસાયણિક ખાતરની સરખામણીમાં ખેડૂતો આ જૈવિક ખાતરમાં રસ લે છે કે કેમ તે હવે જોવું રહ્યું. ક્યાં તૈયાર થઇ રહ્યું છે પ્રોમ: ➡ કૃષિ મંત્રી જેપી દલાલે જણાવ્યું કે, પિંજોર, હિસાર અને ભિવાનીની ગૌશાળાઓમાં પ્રોમ ખાતર બનાવવામાં આવી રહ્યું છે. આ ખાતરનું નિરીક્ષણ અને પરીક્ષણ IIT, HAU ની લેબમાં કરવામાં આવ્યું છે. ➡ તેમણે કહ્યું કે હરિયાણા કૃષિ યુનિવર્સિટી, બાગાયત વિભાગ અને કૃષિ વિભાગના લોકો પણ આ ખાતરનું ટ્રાયલ કરશે જે દેશ માટે એક ક્રાંતિકારી પગલું હશે. ➡ જો PROM ખાતરનું સફળ પરીક્ષણ રહ્યું તો આ ખાતર દેશના હિતમાં એક મોટું પગલું હશે. 📢 પ્રોમ ગાયના છાણમાંથી રંગ, ખાતર અને ગેસ વગેરે બનાવવાનું કામ કરવામાં આવ્યું છે અને આ દિશામાં વિવિધ કંપનીઓએ ગેસ માટે ગૌશાળાઓ સાથે જોડાણ પણ કર્યું છે. ઇન્ટરનેશનલ હોર્ટિકલ્ચર માર્કેટ 545 એકરમાં બનશે જેપી દલાલે કહ્યું કે સરકાર મંડીઓનું વિસ્તરણ કરી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આ કેટલુ સફળ રહે છે અને દેશના ખેડૂતો સુધી ક્યાં સુધી પહેચાશે અને કેટલા પ્રમાણના ખેડૂતો ને લાભકારી બનશે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
30
2