કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ખેડૂતોની ખુશીનો પાર નથી
🎋સરકાર તરફથી શેરડીની ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબરી આવી છે. સરકારે શેરડીની એફઆરપી વધારવા માટે લીલી ઝંડી બતાવી દીધી છે. સીએનબીસી આવાઝના સૂત્રો પ્રમાણે, હવે ખેડૂતોને શેરડીના પાક પર 10 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ મળી શકે છે. આ જાહેરાત પછી ખેડૂતોને 305 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધીને 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટના ભાવ મળી શકે છે.
🎋મંજૂરી આપ્યા બાદ કેબિનેટ અને CCEAની બ્રીફિંગમાં સરકાર આ વિશે જાહેરાત કરી શકે છે. તેના દ્વારા સરકાર ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી રાહત આપવાની યોજના બનાવી રહી છે.
🎋સરકારના આ નિર્ણયથી 5 કરોડ શેરડીની ખેતી કરતા ખેડૂતો અને તેના પર નિર્ભર લોકોને ફાયદો થશે. ખાંડની મિલો અને સંબંધિત સહાયત કામગીરીમાં લગભગ 5 લાખ ખેડૂતો જોડાયેલા છે.
🎋શું હોય છે FRP પ્રાઈઝ?- સવાલ તે ઊભો થાય છે કે, શેરડીનો એફઆરપી ભાવ શું હોય છે? FRP તે ન્યૂનતમ મૂલ્ય છે, જેના પર ખાંડ મિલો ખેડૂતો પાસેથી શેરડી ખરીદે છે. કમીશન અને એગ્રીકલ્ચપલ કોસ્ટ એન્ડ પ્રાઈસ દર વર્ષે તેની તરફથી એફઆરપી માટે ભલામણ કરે છે.
🎋CACP શેરડી સહિતની મુખ્ય કૃષિ પેદાશોના ભાવ અંગે સરકારને પોતાની ભલામણો મોકલે છે. આ ભલામણને ધ્યાનમાં લીધા બાદ સરકાર તેનો અમલ કરે છે. સરકાર સુગરકેન (કંટ્રોલ) ઓર્ડર, 1966 હેઠળ FRP નક્કી કરે છે. એફઆરપીમાં વધારાનો સીધો ફાયદો ખેડૂતોને થાય છે. શેરડી વેચીને ખેડૂતોને વધુ ભાવ મળે છે.
🎋2022-23માં શું હતા ભાવ?- આ પહેલા સરકારે ઓગસ્ટ 2022માં શેરડીના એફઆરપી ભાવમાં વધારો કર્યો હતો. ત્યારથી સરકારે 15 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધીને તેને 305 રૂપિયા પ્રતિ ક્વિન્ટર કરી દીધી હતી.
👉સંદર્ભ : Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર !