યોજના અને સબસીડીએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ખેડૂતોની આવક વધારવા માટે સરકારનું મહત્વનું પગલું, એક જિલ્લો એક ઉત્પાદન યોજના માટે 728 જિલ્લાની પસંદગી !
👉 સરકારે કૃષિ નિકાસ અને ખેડૂતોની આવક વૃદ્ધિ તરફ એક મોટું પગલું ભર્યું છે. સરકારે એક જિલ્લો, એક ઉત્પાદન હેઠળ 728 જિલ્લાઓની પસંદગી કરી છે. આ અંતર્ગત દરેક જિલ્લાના સંબંધિત ઉત્પાદનોને પ્રોત્સાહન આપવામાં આવશે. 👉 સરકારે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. આ દિશામાં ‘One District One Focus Product ની પહેલ ખૂબ મહત્વની માનવામાં આવે છે. દરેક જિલ્લામાં ચિન્હિત પ્રોડક્ટને પ્રોત્સાહન આપવાથી તેની ગુણવત્તા સુધારવામાં તેમજ મૂલ્ય વધારવામાં પણ મદદ મળશે. આવા ચિન્હિત ઉત્પાદનો માટે અન્ય દેશોમાં બજારો શોધવાનું પણ શક્ય બનશે અને ખેડૂતોને ફાયદો થશે. 👉 કૃષિ મંત્રાલયે ફૂડ પ્રોસેસીંગ ઉદ્યોગ મંત્રાલયની સલાહ લીધા પછી એક જિલ્લાની એક યોજના હેઠળના ઉત્પાદનોની ઓળખ કરી છે. રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશ અને ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) ની પણ આ પ્રક્રિયામાં સલાહ લેવામાં આવી છે. 👉 નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દેશભરના 728 જિલ્લામાં કૃષિ, બાગાયતી, પશુપાલન, દૂધ, મત્સ્યઉદ્યોગ અને દરિયાઇ ક્ષેત્રોના ઉત્પાદનોની પસંદગી કરવામાં આવી છે. કૃષિ મંત્રાલયે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારની યોજનાઓ દ્વારા ક્લસ્ટર અભિગમ હેઠળ આ ઉત્પાદનોનો પ્રમોશન કરવામાં આવશે. 👉 આનાથી ઉત્પાદનોની કિંમત વધારવામાં અને ખેડૂતોની આવકમાં વધારો કરવામાં મદદ મળશે. ચિન્હિત ઉત્પાદનોને ફૂડ પ્રોસેસિંગ મંત્રાલયની PM-FME યોજના હેઠળ ટેકો આપવામાં આવશે, જે હેઠળ પ્રમોટર્સ અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે છે. એ જ રીતે, જુદા જુદા વિભાગો પોતપોતાના સ્તરે તેને ટેકો આપશે. કૃષિ મંત્રાલય રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન જેવી કેન્દ્રીય યોજનાઓ દ્વારા એક જિલ્લા, એક ઉત્પાદનને પ્રોત્સાહન આપશે. આ પહેલના અમલીકરણથી કૃષિ ઉત્પાદનોના મૂલ્યવર્ધક અને કૃષિ નિકાસમાં વધારો થશે. કેટલા જિલ્લામાં કયા ઉત્પાદનો 👉 ફળો માટે 226 જિલ્લાની પસંદગી કરવામાં આવી છે, શાકભાજી માટે 107, મસાલા માટે 105, તેલીબિયાં માટે 41, ડાંગર માટે 40, કઠોળ માટે 25, વ્યાપારી પાક માટે 22 અને ઘઉં માટે 5 જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. બાગાયત, મત્સ્યઉદ્યોગ અને ઉત્પાદનોની કેટલીક અન્ય શ્રેણીની પસંદગી પણ કરવામાં આવી છે. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
53
8
અન્ય લેખો