AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો વધુ એક નિર્ણય!
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો વધુ એક નિર્ણય!
🔆ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે અને તેમને દર વખતે મદદ પૂરી પાડવા માટે કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાત સરકાર સતત ભેગા મળીને આગળ વધી રહી છે. ગુજરાતના ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય તેના માટે રાજ્ય સરકાર દર વખતે એક્ટિવ મોડમાં રહે છે. એજ સંદર્ભમાં ખેડૂતોના હિત માટે સતત કટિબદ્ધ રાજ્ય સરકાર ગુજરાતના ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ નહીં આવે અને તેમને સહાય પૂરી પાડવામાં આવે તેના માટે આઈ-ખેડૂત પોર્ટલ શરૂ કર્યું છે. જો કે આવનારા 18 જૂને એટલે કે મંગળવારથી ખેડૂતો માટે ખુલ્લુ મુકવા માં આવ્યુ છે. 🔆આઈ-ખેડૂત પોર્ટલ થકી ખેડૂતોએ સ્માર્ટ ફોન યોજના, પાણીના ટાંકા અને પાક સંગ્રહના સ્ટ્રક્ચર જેવી યોજનાઓનું ઓનલાઇન લાભ લઈ શકશે. જણાવી દઈએ કે આઈ-ખેડૂત ખુલ્લા મુકવામાં આવશે તેની માહિતી ગુજરાતના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી એ આપી હતી. 🔆કૃષિ મંત્રીએ જણાવ્યું હતું ગુજરાત સરકાર અને કેન્દ્રની મોદી સરકાર ભેગા મળીને ગુજરાતના ખેડૂતોને કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં થાય તેના માટે મંગળવારે 18 જૂનથી રાજ્યના ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લો મુકાવામાં આવશે. જો કે અરજી કરવા માટે સાતો દિવસ અને 24 કલાક ખુલ્લુ રહેશે. તેમણે જણાવ્યું ખેડૂતો ક્યારે પણ પોતાની સમસ્યા ત્યા જણાવી શકે છે અને અમે તેનું ઉકેળ વેલી તકે કાઢ઼વાનું પ્રયાસ કરીશું. શા માટે તૈયાર કરવામાં આવ્યું છે પોર્ટલ 🔆આઇ-ખેડુત પોર્ટલ પર સ્માર્ટફોન, પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના માટે ઓનલાઇન અરજીઓ કરી શકાશે..ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. તો આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરી શકે છે. કઈ યોજનામાં મળશે લાભ 🔆સ્માર્ટફોન પર સહાય યોજના 🔆પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના 🔆પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના આ યોજના ને વધુ માહિતી માટે વેબસાઈટ ની મુલાકાત લો. 👉સંદર્ભ : Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
24
1
અન્ય લેખો