AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતે 9 વીઘા જમીનમાં 5 તળાવમાંથી વર્ષે 5 લાખની કમાણી !
સફળતાની વાર્તાદિવ્ય ભાસ્કર
ખેડૂતે 9 વીઘા જમીનમાં 5 તળાવમાંથી વર્ષે 5 લાખની કમાણી !
💎 ખેડૂતો અને ઈન્ટરનેટ પરથી માહિતી મેળવી: • સુરતના અઠવાલાઇન્સ ખાતે રહેતા ખેડૂત પરિવારના નીરવભાઈ પ્રવીણભાઈ પટેલની ખેતી લાયક જમીન ઓલપાડ તાલુકાના છેવાડે આવેલા વડોલીથી સાહોલ ગામ વચ્ચે આવેલી છે. નીરવભાઈ ગ્રેજ્યુએટ થયા બાદ પ્રગતિશીલ ખેડૂત બનવા સાથે અલગ ખેતી કરવાનું વિચાર્યું હતું. જયારે અભ્યાસ કરતા ત્યારે ચીખલીના ભાર્ગવભાઈ દેસાઈ નામના ખેડૂતે મોતીની ખેતી કરી હોવાનું તેને ધ્યાનમાં આવેલું અને ત્યારથી તે મોતીની ખેતી કરવા માટે પ્રેરાઈ ઈન્ટરનેટ પરથી બધી માહિતીઓ મેળવીને નવા પ્રકારની ખેતી શરૂ કરી. 💎 બે લાખનું રોકાણ કર્યું • ઓછા ઈન્વેસ્ટમેન્ટમાં વધુ પ્રોફિટ મેળવવાની ઈચ્છા ધરાવનારાઓ માટે મોતીની ખેતી એક સારો વિકલ્પ બની શકે છે. તેના માટે 2 લાખ રૂપિયાનું શરૂઆતનું ઈન્વેસ્ટમેન્ટ કરવું પડે છે. દોઢ વર્ષ બાદ જયારે મોતી તૈયાર થાય છે. ત્યારે એવરેજ 1 લાખ રૂપિયાની મંથલી કમાણી પણ થઈ શકે છે. હાલ ઘરેલું અને ઈન્ટરનેશનલ માર્કેટમાં મોતીની ખૂબ જ માંગ છે. ક્વોલિટીના હિસાબે માર્કેટમાં એક મોતી 250 રૂપિયાથી 15 હજાર રૂપિયા સુધી વેચાય છે. 💎 મોતીની ખેતી કરવા માટે 500 સ્ક્વેર ફૂટમાં તળાવ બનાવવાનું હોય છે. • તળાવમાં 100 છીપ ઉગાડીને મોતીના ઉત્પાદનની શરૂઆત કરી શકાય છે. પ્રત્યેક છીપની બજારમાં કિંમત 15થી 25 રૂપિયા હોય છે. છીપ ખેતી કરવા માટે સ્ટ્રક્ચર સેટ-અપનો ખર્ચ 10થી 12 હજાર રૂપિયા થાય છે. પાણીનો ખર્ચ 1000 રૂપિયા અ 1000 રૂપિયા અન્ય સાધનો ખરીદવા પાછળ થાય છે. 💎 બહારના રાજ્યોમાં ખૂબ ડિમાંડ • નીરવભાઈ 3 વર્ષથી મોતીની ખેતી કરે છે. નદી, ડેમ, અને તળાવમાંથી છીપલા શોધી લાવી તેમાં ડિઝાઈન વાળી ડાય સાથે પાવડર ફોમ ભેળવી 12થી 15 મહિના સુધી તળાવમાં રાખ્યા બાદ કુદરતી રીતે મોતી તૈયાર થાય છે. નીરવ પટેલ ડિઝાઈન પલમા મોતી બનાવે છે. જે મોતીની રાજસ્થાન, દિલ્હી સહિતના અન્ય રાજ્યો સાથે વિદેશોમાં મોટી માગ છે. તે ભગવાન, આલ્ફાબેટ અને લક્કી નંબર જેવી જુદી જુદી ડિઝાઈનમાં મોતી તૈયાર કરી વિદેશમાં એક્સપોર્ટ કરે છે. 12 થી 15 મહિના સુધી તળાવમાં રાખ્યા બાદ કુદરતી રીતે તૈયાર થયેલા મોતી બજારમાં નંગના 300 રૂપિયા સુધી વેચાય છે. 💎 સારી ક્વોલિટીના મોતીની સારી કિંમત મળે છે • મોતીને વેચવા પર 250થી 500 રૂપિયા પ્રતિ મોતી મળે છે. દેશમાં મોતીની વધુ ખરીદી અમદાવાદ, મુંબઈ, બેંગાલુરૂં, હૈદરાબાદ, સુરત અને અન્ય મહાનગરોમાં થાય છે. કેટલાક હાઈ ક્વોલિટીના મોતી માટે 2000 થી 15 હજાર રૂપિયા સુધી પણ મળી જાય છે. મોતીની ખેતીના એક પ્લોટમાં આવા 2-4 હાઈ ક્વોલિટીના મોતી નીકળી આવે છે. બધાને જોડીને એવરેજ 1 લાખ સુધીની કમાણી કરી શકાય છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં 12થી 15 મહીનામાં મોતી તૈયાર થઈ જાય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : દિવ્ય ભાસ્કર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
6
અન્ય લેખો