AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતે 65 લાખથી વધુ કમાણી સાથે રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ મેળવ્યા!
સફળતાની વાર્તાદિવ્ય ભાસ્કર
ખેડૂતે 65 લાખથી વધુ કમાણી સાથે રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ મેળવ્યા!
71 વર્ષના પ્રગતિશિલ અને યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિથી ખેતી કરતાં હમીરસિંહ પરમાર દ્વારા પ્રાકૃતિક રીતે લીંબુની ખેતી છેલ્લા 12 વર્ષથી કરવામાં આવે છે. લીંબુની ખેતીમાંથી અત્યાર સુધીમાં દર વર્ષે 5 લાખથી વધુની કમાણી કરીને અત્યાર સુધીમાં 65 લાખથી વધુની આવક મેળવી છે. ઝાલાવાડના લીંબડી અને ચૂડા તાલુકાના વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતી માટે પ્રયત્નો કરતા બિહારના અભિત્તાપસિંહ સાથે હમીરસિંહની 12 વર્ષ પહેલા મુલાકાત થઈ હતી. તે મુલાકાત બાદ તેમને પ્રાકૃતિક ઢબે ખેતી કરવાની પ્રેરણા મળી હતી. જેમાં પ્રાકૃતિક ખેતીના તેમના 12 વર્ષના અનુભવોની ગાથા વર્ણવતાં હમીરસિંહ ગર્વભેર કહે છે કે, મારી પાસે રહેલી 3 એકર જમીનમાં આજથી 26 વર્ષ પહેલા મેં લીંબુનો એક છોડ રૂપિયા 26 લેખે ખરીદી કરી હતી. કુલ 226 લીંબુના છોડનું વાવેતર કર્યું હતું. લીંબુના છોડના વાવેતર બાદના હમીરસિંહએ વર્ષ 2008થી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ અપનાવી છોડની માવજત કરી હતી. જેનું પરિણામ તેમને પ્રથમ વર્ષે જ મળવાનું શરૂ થયું હતું. લીંબુના ઉત્પાદન અંગે વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, મને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવ્યાના કુલ 12 વર્ષ થયા છે. પ્રાકૃતિક ખેતી થકી પ્રથમ વર્ષથી જ હું 600થી 700 મણ જેટલા મૂલ્યવર્ધક લીંબુનું ઉત્પાદન કરી વાર્ષિક રૂપિયા 5.50 લાખ જેટલી નિશ્ચિત આવક મેળવું છુ. અને અત્યાર સુધીમાં લીંબુના ઉત્પાદન થકી પાછલા 12 વર્ષમાં કુલ 65 લાખથી વધુ રૂપિયાની આવક થઈ છે. નહિવત ખર્ચે બમણી આવક મેળવવા માટે હું ઈન્દોરી પદ્ધતિ દ્વારા વાર્ષિક 1200 કિલો જેટલું સેન્દ્રીય ખાતરનું ઉત્પાદન કરું છું. જે પૈકીના 200 કિલો ખાતરનો હું મારી ખેત પેદાશ માટે ઉપયોગ કરુ છુ. જ્યારે બાકીના 1000 કિલો ખાતરને મારા ભાવે વેચાણ કરી આવક મેળવું છું. નિશ્ચિત સમયે ગૌમૂત્ર, લીમડાના પાન, છાસ અને આકડાના મિશ્રણના સેન્દ્રીય ખાતરના મીની પ્લાન્ટ થકી તૈયાર થતાં જંતુનાશક દ્રાવણનો છંટકાવ કરી પાકને રોગનો ભોગ બનતો અટકાવીએ છીએ. સંદર્ભ : દિવ્ય ભાસ્કર, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
23
8
અન્ય લેખો