AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતે હાથલારીમાંથી દવાનો છંટકાવ કરતું મશીન બનાવ્યું !
કૃષિ જુગાડદિવ્ય ભાસ્કર
ખેડૂતે હાથલારીમાંથી દવાનો છંટકાવ કરતું મશીન બનાવ્યું !
🔹ઇંધણની જરૂર નહીં, એક બેટરીના આધારે છાંટી શકાય છે દવા 🔹ઉપલેટાના મોટી પાનેલીના જસુભા વાળાની અનેરી સિદ્ધિ ખેડૂતે કોઠાસૂઝથી ખેતરમાં દવા છાંટવા માટે લારીમાંથી મશીન બનાવ્યું છે. ખેડૂતે હાથલારીની મદદથી એમાં દવાનો છંટકાવ કરતા બે પંપ ગોઠવ્યા છે, જેમાં આસાનીથી કપાસ, મગફળી અને અન્ય પાકમાં દવાનો છંટકાવ કરી શકાય છે. આ માટે એને મામૂલી રકમનો ખર્ચ કરવો પડ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે, આ મશીન બનાવવા માટે 2થી 7 હજારનો ખર્ચ થાય છે. આ મશીનમાં કોઇપણ પ્રકારના ઇંધણની જરૂરિયાત રહેતી નથી. 👉હાથલારીમાં બે પંપ ફિટ કરી મશીન બનાવ્યું સરકારના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલા ખેડૂત સન્માનનિધિ કાર્યક્રમ અંતર્ગત ધરતી પુત્રની અલગ-અલગ કામયાબી બદલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી પાનેલીના વતની ખેડૂત જસુભા (જસવંતસિંહ) ઉદુભા વાળાનું પણ સરદાર પટેલ અવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. જસુભા વાળાએ પોતાની ઓગણીસ વીઘા જમીનમાં ખેતી માટે એક અલગ જ અને સાવ મફત ચાલતું યંત્ર એટલે કે ખેતરના કોઈ પણ પાકમાં દવા છાંટવા માટે હાથલારીમાં બે પંપ ફિટ કરી મશીન બનાવ્યું છે. 👉દરેક પાકમાં આસાનીથી મશીનથી દવાનો છંટકાવ કરી શકાય આ અંગે જસુભાએ જણાવ્યું હતું કે, કોઈ પણ પાક હોય તે પછી નાનો હોય કે મોટો હોય. મગફળી, કપાસ, એરંડા, તુવેર, કઠોળ, શાકભાજી, તલ વગેરે પાકમાં એકદમ આસાનીથી આ લારી દ્વારા દવાનો છંટકાવ કરી શકાય છે. આ લારી ચલાવવા માટે કોઈ ડીઝલ કે અન્ય ઇંધણની જરૂરિયાત રહેતી નથી. બેટરીની મદદથી આ લારી ચાલે છે એટલે 2થી 7 હજાર જેવી નજીવી રકમમાં મશીન બની ગયું છે. બીજો ફાયદો એ છે કે દરેક પાકમાં એકસરખી દવાનો છટકાંવ થાય છે. 👉નોઝલમાં ફેરફાર કરી દવાનું પ્રમાણ ઘટાડી અને વધારી શકાય ખેડૂતે બનાવેલા આ મશીનમાં ગમે ત્યારે નોઝલમાં ફેરફાર કરી દવાનું પ્રમાણ ઘટાડી અને વધારી શકાય છે. જેથી દવાનો વધારે ઉપયોગ કે ખોટો વેડફાટ પણ થતો નથી. ધોરીયા સુધીના છોડવામાં પણ દવાનો છંટકાવ કરી શકાય છે. જેમાં એક પણ છોડ ભાંગતો નથી અને આ લારી માત્ર બે હજારથી લઇ સાત હજાર સુધીમાં બની જાય છે. જસુભા ખેતીમાં અલગ-અલગ પ્રયોગ કરી દર વર્ષે ઉત્તમ ઉત્પાદન મેળવે છે. વંદે માતરમ સેલ ની એક ઝલક https://youtu.be/dZ1HRZ5PD9A 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : દિવ્ય ભાસ્કર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
16
2