AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડદિવ્ય ભાસ્કર
ખેડૂતે બનાવ્યું જુગાડુ ઇલેક્ટ્રિક હળ, વીઘે ફક્ત ₹35 નો ખર્ચ !
⚓એક સમયમાં દેશી પદ્ધતિથી કરવામાં આવતી ખેતી હવે ધીમે ધીમે આધુનિક બની રહી છે. આ આધુનિક ખેતી ખેડૂતો માટે સહજ ખર્ચાળ હોય ત્યારે આ ખેતીને સસ્તી કરવા અવનવાં સાધનોની શોધ ખેડૂતો પોતાની કોઠાસૂઝથી કરતા હોય છે. ભાવનગરના સિદસર ગામના ખેડૂત જયેશ મકવાણાએ આ માટે એક જુગાડ બાઈક બનાવી છે. ⚓જુગાડ બાઇકમાં વીઘે 30થી 35 રૂપિયાનો ખર્ચ થાય છે આ જુગાડ બાઈકનો વિવિધ કામોમાં સહજતાથી ઉપયોગ કરી શકાય છે અને એ ટ્રેકટર કે સનેડો(મિની ટ્રેક્ટર) જેવાં સાધનો કરતાં 80 ટકા સસ્તું અને સરળ બની રહે છે. ટ્રેક્ટરથી એક વીઘે 250થી 300નો ખર્ચ થાય છે. આ જુગાડ બાઈકમાં વીઘે 30થી 35 રૂપિયાનો ખર્ચ થાય છે. આ બાઈકની અંદર કારનું ડિફ્રેશન સહિતનું ગિયર બોક્સ ફિટ કરવામાં આવ્યું છે, જેનાથી તાકાતમાં ખૂબ વધારો થાય છે. 🚜મોંઘુંદાટ ટ્રેક્ટર ખરીદવું અથવા ભાડે લેવાનું સામાન્ય ખેડૂતોને પોષાતું નથી: જેને પણ ખેડૂતો ભાડે કરી વાવણી, નિંદામણનાં કામો કરતા હોય છે, પરંતુ નાનાં ગામોમાં અમુક ખેડૂતો પાસે જ બળદ અથવા ટ્રેક્ટર હોય, જેથી ભાડે રાખીને ખેતીકામ કરાવતા ખેડૂતોને ટ્રેક્ટર કે બળદના માલિકોના સમય મુજબ તેની અનુકૂળતા મુજબ ખેતી કરવા મજબૂર થવું પડે છે. ત્યારે આ તમામ બાબતોનો તોડ મેં શોધી કાઢ્યો અને મારી કોઠાસૂઝના આધારે જુગાડ બાઈક બનાવ્યું છે. મેં મારા જૂના ડિસ્કવર બાઈકમાં કારનું ડિફ્રેશન અને ગિયર બોક્સને જુગાડ બાઈકમાં ફિટ કરાવ્યું છે. આ જુગાડ બાઈક બનાવવા પાછળ મારે 30 હજારનો ખર્ચ થયો છે. આ જુગાડ બાઈક નિંદામણ સહિતનાં વિવિધ ખેતીકામોના ઉપયોગમાં આવી શકે છે. 🏍️ જુગાડ બાઈકની પાછળ ટ્રોલી પણ જોડી શકાય એવી સુવિધા: આ જુગાડ બાઈકને માટીના ઢેફાં વચ્ચે પણ આસાનીથી ચાલી શકે છે અને વળાંક સહિતની કામગીરી આસન બની જાય છે. માત્ર 30 હજાર રૂપિયાની કિંમતમાં તૈયાર થતું આ જુગાડ બાઈક કે જેમાં વાવણીની સાથે સાથે નિંદામણનાં વિવિધ કામો જેમાં કળિયુ, ચાહણો, બેલી, બેલો, દોઢિયો ચાલી શકે છે તેમજ પાછળ હળની જગ્યાએ ટ્રોલી લગાવી નીરણ વગેરે વાડીએથી ઘરે કે ઘરેથી વાડીએ પણ લઇ જઈ શકાય છે. 🏍️ વરસાદ બાદ બે દિવસ બાદ જુગાડ બાઈક ખેતરમાં ચાલી શકે છે: આ જુગાડ બાઈક દ્વારા બે દિવસ બાદ પણ કામગીરી કરી શકાય છે. આ ઉપરાંત આ બાઈકમાં મૂકેલા સેટિંગને કારણે કોઈપણ પ્રકારની જમીન પર એની ક્ષમતા અનુસાર કામગીરી કરી શકાય છે. પોસી જમીનમાં જુગાડ બાઈક આસાનીથી ચલાવી શકાય અને ઈંધણનો પણ ઓછો વપરાશ થાય છે. કઠણ જમીનમાં પણ જુગાડ બાઈક ચલાવી શકાય છે, પરંતુ પોચી જમીનની સરખામણીએ ઈંધણનો વપરાશ વધારે થાય છે. 🏍️ જુગાડ બાઈકમાં સાતિ ચલાવવા એક વ્યક્તિને પાછળ રહેવું પડે છે: જુગાડ બાઈક ખેતરમાં ચલાવતી વખતે એક વ્યક્તિએ સાતિ પાછળ રહેવું પડે છે. પાછળ રહેતી વ્યક્તિ જરૂર મુજબ જમીનમાં સાતિ પર ભાર રાખે છે અને નિંદામણ કામ આસાન કરે છે. જુગાડ બાઈક ટ્રેક્ટરની જેમ રિવર્સમાં પણ ચલાવી શકાય છે, આથી શેઢા નજીક જઈ નિંદામણ કામ કરી શકે છે. સસ્તી ખેતીનો એકમાત્ર વિકલ્પ આ જુગાડ બાઈક છે. સંદર્ભ : દિવ્ય ભાસ્કર, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
24
8
અન્ય લેખો