AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતે બનાવી ઇલેક્ટ્રિક કાર , એક વાર ચાર્જ કરતાં દોડશે 300 કિલોમીટર !
સમાચારન્યૂઝ18 ગુજરાતી
ખેડૂતે બનાવી ઇલેક્ટ્રિક કાર , એક વાર ચાર્જ કરતાં દોડશે 300 કિલોમીટર !
👉 દેશમાં પેટ્રોલ-ડીઝલનના વધતા ભાવો ની વચ્ચે ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે. એવામાં સરકાર ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા પર સબ્સિડી પણ આપી રહી છે. જેના કારણે નવા વાહન ખરીદનારા લોકો પોતાની જરૂરિયાત મુજબ ઇલેક્ટ્રિક વાહનો ખરીદી રહ્યા છે. આ દરમિયાન ઓડિશાના મયૂરભંજ જિલ્લાના ખેડૂત સુશીલ અગ્રવાલએ પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે જાતે જ ઇલેક્ટ્રિક કાર બનાવી દીધી અને તે પણ સિંગલ ચાર્જમાં 300 કિલોમીટર સુધી દોડનારી. સુશીલે જણાવ્યું કે આ કારને બનાવવાની શરૂઆત તેમણે લૉકડાઉન દરમિયાન કરી હતી. જે હવે જઈને પૂરી થઈ છે. આવો જાણીએ કે સુશીલે કેવી રીતે ઇલેક્ટ્રિક કાર બનાવી અને આ કારની શું ખાસિયતો છે. કેટલા સમયમાં થાય છે ચાર્જ : 👉 સુશીલ અગ્રવાલના જણાવ્યા મુજબ તેમની ઇલેક્ટ્રિક કાર સિંગલ ચાર્જમાં 300 કિલોમીટરની રેન્જ આપે છે. તેઓએ તેમાં 850 વોટની મોટર લગાવી છે અને તેને ચલાવવા માટે 100Ah/54 voltsની બેટરી યૂઝ કરી છે. સુશીલે જણાવ્યું કે આ કારની બેટરી સોલર ઉર્જાથી ચાર્જ થાય છે અને તેને પૂરી ચાર્જ થવામાં 8 કલાકનો સમય લાગે છે. આ ઉપરાંત સુશીલે જણાવ્યું કે આ કારને ભલે ચાર્જ થવામાં વધારે સમય લાગે છે પરંતુ તેની બેટરી લાઇફ 10 વર્ષની છે. તેથી આ કાર બીજી કારોની તુલનામાં વધારે સારી છે. લૉકડાઉનમાં ઇલેક્ટ્રિક કાર બનાવવાનું શરૂ કર્યું હતું- 👉 સુશીલ અગ્રવાલે જણાવ્યું કે, તેઓએ લૉકડાઉનમાં આ કારને બનાવવાની શરૂ કરી હતી. આ કારને બનાવવા માટે બે મિકેનિક અને તેમના એક મિત્રએ મદદ કરી જેમના સહયોગથી મોટર વાઇન્ડિંગ, ઇલેક્ટ્રિક ફિટિંગ અને ચેસિસ વર્ક કર્યું. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, લૉકડાઉન દરમિયાન મને અંદાજો થઈ ગયો હતો કે, અનલૉક થયા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે. તેથી ઇલેક્ટ્રિક કારનું નિર્માણ શરૂ કર્યું અને તેને બનાવવા માટે પુસ્તકો અને YouTubeની મદદ પણ લીધી. 👉 મયૂરભંજ આરટીઓના અધિકારી ગોપાલ કૃષણ દાસે જણાવ્યું કે, મને એ જાણીને ખુશી થઈ છે કે લૉકડાઉનની અવધિ દરમિયાન સોલર ઉર્જાથી ચાલતા વાહનને તૈયાર કરવામાં આવ્યું. આવું વાહન પર્યાવરણને અનુકૂળ હોય છે અને સમાજને આ પ્રકારના આવિષ્કારને પ્રોત્સાહિત કરવું જોઈએ. 👉 સંદર્ભ : ન્યૂઝ18 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
49
7
અન્ય લેખો