ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ જુગાડકૃષિ જાગરણ
ખેડૂતે પોતાની કોઠાસુઝથી કચરા માંથી બનાવ્યું અલ્ટ્રા મીની ટ્રેક્ટર !
રાજકોટ જિલ્લાના મોવૈયા ગામના ખેડૂતે એવું કામ કરી બતાવ્યું કે, જે એક સારો એન્જીન્યર પણ કદાચ જ કરી શકે. રાજકોટના ધોરણ- 9 પાસ ખેડૂતે લોકડાઉનના નવરાશના સમયમાં વેસ્ટમાંથી બેસ્ટ એક અનોખુ મીની ટ્રેક્ટરથી પણ નાનું અલ્ટ્રા મીની ટ્રેક્ટર બનાવીને સૌને આશ્ચર્યમાં મુકી દીધા છે. રાજકોટના પડધરી તાલુકાના મોવૈયાના ખેડૂત ભીમજીભાઈ મુંગરાએ 1 મહિનાની મહા મહેનતથી આ અલ્ટ્રા મીની ટ્રેક્ટરનું નિર્માણ કર્યું છે. ભીમજીભાઈ આ ટ્રેક્ટરમાં અનેક નવા ફેરફાર કર્યા છે. જેમાં ગીયર બોક્સથી માંડીને એન્જીન પણ જનરેટરનું ફીટ કર્યું છે. હવે બાઈકના આ ડીઝલ એન્જીનને પાણી ઉપાડવા માટેના પંપમાં ફીટ કરીને ખેતીમાં પિયતની સીઝનમાં તેનો ઉપયોગ કરે છે. જાણો અલ્ટ્રા મીની ટ્રેક્ટરની વિશેષતા : ટ્રેક્ટરને રીક્ષાની જેમ દોરડા વડે સ્ટાર્ટ કરવામાં આવે છે. 1 લીટર ડીઝલમાં 10 વીઘાથી વધારે જમીન ખેડી શકાય. ગેરમાં ફેરાફર કરી ટ્રેક્ટરને રીવર્સ પણ ચલાવી શકાય છે. આ સ્કૂટરના જૂના પડેલા ટાયર ટ્રેક્ટરમાં ફીટ કર્યાં છે.
સંદર્ભ : કૃષિ જાગરણ . આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
103
9
સંબંધિત લેખ