કૃષિ જુગાડGSTV
ખેડૂતે જુગાડથી હાથ લગાવ્યા વગર ઉપાડ્યું ગોબર !
👨🌾 દુનિયામાં અવારનવાર જુગાડ સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જુગાડથી કોઈ પણ કઠિન કામ સરળતાથી પાર પાડી શકાય છે. કેટલાક અનોખા જુગાડ જોઈને લોકો પણ ચોંકી જાય છે. તાજેતરમાં આવો જ એક દેશી જુગાડ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક ખેડુતે હાથ લગાવ્યા વિના છાણ ઉપાડવા જે ટ્રીક અપનાવી છે.તે જોઈને તમે પણ દંગ રહી જશો.
👨🌾સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ખેડૂતે ગજબનુ દિમાગ લગાવ્યો છે. સામાન્ય રીતે ખેડૂતે પોતાની ગાય અને ભેંસનું છાણ સાફ કરવું હોય ત્યારે તેના હાથ બગડી જાય છે. કારણ કે આ છાણ હાથથી ઉપાડવુ પડે છે, પરંતુ એક ખેડૂતે તેનો જુગાડ શોધી કાઢ્યો છે. હવે હાથ લગાવ્યા વિના પશુઓનુ છાણ ઉપાડી શકાય છે. ખેડૂતે એક એવું મશીન તૈયાર કર્યું છે, જેમાં હાથ લગાવ્યા વિના છાણને ઉપાડી શકાય છે.
👨🌾 આ જુગાડ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે, અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.તમને જણાવી દઈએ કે, આ જુગાડ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી શેર કરવામાં આવ્યો છે સાથે તેણે કેપ્શનમાં લખ્યુ કે, ‘છાણ ઉપાડવા માટેનુ દેશી જુગાડ મિશન.જ્યારે અન્ય કેટલાક યુઝર્સ પણ આ ખેડુતની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.
સંદર્ભ : GSTV,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.