કૃષિ વાર્તાદિવ્યભાસ્કર
ખેડૂતે કોઠાસૂઝથી 30 હજારમાં બનાવ્યું જુગાડુ ઇલેક્ટ્રિક હળ !
એક સમયમાં દેશી પદ્ધતિથી કરવામાં આવતી ખેતી હવે ધીમે ધીમે આધુનિક બની રહી છે. આ આધુનિક ખેતી ખેડૂતો માટે સહજ ખર્ચાળ હોય ત્યારે આ ખેતીને સસ્તી કરવા અવનવાં સાધનોની શોધ ખેડૂતો પોતાની કોઠાસૂઝથી કરતા હોય છે. ભાવનગરના સિદસર ગામના ખેડૂત જયેશ મકવાણાએ આ માટે એક જુગાડ બાઈક બનાવી છે. જુગાડ બાઇકમાં વીઘે 30થી 35 રૂપિયાનો ખર્ચ થાય છે આ જુગાડ બાઈકનો વિવિધ કામોમાં સહજતાથી ઉપયોગ કરી શકાય છે અને એ ટ્રેકટર કે સનેડો(મિની ટ્રેક્ટર) જેવાં સાધનો કરતાં 80 ટકા સસ્તું અને સરળ બની રહે છે. ટ્રેક્ટરથી એક વીઘે 250થી 300નો ખર્ચ થાય છે. આ જુગાડ બાઈકમાં વીઘે 30થી 35 રૂપિયાનો ખર્ચ થાય છે. આ બાઈકની અંદર કારનું ડિફ્રેશન સહિતનું ગિયર બોક્સ ફિટ કરવામાં આવ્યું છે, જેનાથી તાકાતમાં ખૂબ વધારો થાય છે. જુગાડ બાઇક બનાવી ખેડૂતે ખેતીનું કામ આસાન કરી દીધું આ અંગે જયેશભાઈએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ખેતીમાં બળદ, ટ્રેક્ટર કે મિની ટ્રેક્ટર દ્વારા ખેતી કરવામાં આવતી હોય છે. આજના સમયમાં કાયમી બળદની જોડી પોતાનાં ઘરોમાં રાખવી સામાન્ય ખેડૂતને પોષાય એમ નથી. બળદો રાખો એટલે એની દેખરેખ રાખવા પાછળ જ સમય જતો રહે છે. જે દિવસે ખેતી કરવી હોય એ દિવસે વહેલી સવારે ઊઠીને બળદોને નીરણ નાખી ધરાવવા પડે છે તેમજ ખેતરમાં પણ સમયાંતરે બળદો થાકી જાય ત્યારે સાતિ ઊભું રાખી દેવું પડે છે, આથી સામાન્ય ખેડૂતો બળદ રાખવાને બદલે સાતિ ભાડે કરી ખેતી કરતા હોય છે. મોંઘુંદાટ ટ્રેક્ટર ખરીદવું અથવા ભાડે લેવાનું સામાન્ય ખેડૂતોને પોષાતું નથી જયેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આવું જ ટ્રેક્ટરનું છે કે જેને પણ ખેડૂતો ભાડે કરી વાવણી, નિંદામણનાં કામો કરતા હોય છે, પરંતુ નાનાં ગામોમાં અમુક ખેડૂતો પાસે જ બળદ અથવા ટ્રેક્ટર હોય, જેથી ભાડે રાખીને ખેતીકામ કરાવતા ખેડૂતોને ટ્રેક્ટર કે બળદના માલિકોના સમય મુજબ તેની અનુકૂળતા મુજબ ખેતી કરવા મજબૂર થવું પડે છે. ત્યારે આ તમામ બાબતોનો તોડ મેં શોધી કાઢ્યો અને મારી કોઠાસૂઝના આધારે જુગાડ બાઈક બનાવ્યું છે. મેં મારા જૂના ડિસ્કવર બાઈકમાં કારનું ડિફ્રેશન અને ગિયર બોક્સને જુગાડ બાઈકમાં ફિટ કરાવ્યું છે. આ જુગાડ બાઈક બનાવવા પાછળ મારે 30 હજારનો ખર્ચ થયો છે. આ જુગાડ બાઈક નિંદામણ સહિતનાં વિવિધ ખેતીકામોના ઉપયોગમાં આવી શકે છે. જુગાડ બાઈકની પાછળ ટ્રોલી પણ જોડી શકાય એવી સુવિધા આ જુગાડ બાઈકને માટીના ઢેફાં વચ્ચે પણ આસાનીથી ચાલી શકે છે અને વળાંક સહિતની કામગીરી આસન બની જાય છે. માત્ર 30 હજાર રૂપિયાની કિંમતમાં તૈયાર થતું આ જુગાડ બાઈક કે જેમાં વાવણીની સાથે સાથે નિંદામણનાં વિવિધ કામો જેમાં કળિયુ, ચાહણો, બેલી, બેલો, દોઢિયો ચાલી શકે છે તેમજ પાછળ હળની જગ્યાએ ટ્રોલી લગાવી નીરણ વગેરે વાડીએથી ઘરે કે ઘરેથી વાડીએ પણ લઇ જઈ શકાય છે. એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020
109
1
અન્ય લેખો