AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતે ઉગાડી અમેરિકાની જાંબલી કેરી, ખાંડનું પ્રમાણ 75% ઓછું !
કૃષિ વાર્તાન્યૂઝ18 ગુજરાતી
ખેડૂતે ઉગાડી અમેરિકાની જાંબલી કેરી, ખાંડનું પ્રમાણ 75% ઓછું !
👉 માળિયા હાટીના તાલુકાના જલંધર ગામ ના ખેડૂતે નવી કેરી ની જાત નું સફળ ઉત્પાદન કર્યું છે ટોમી એટકીન્સ નામની કેરીનું કર્યું છે ઉત્પાદન. જાંબલી કલર વાળી કેરી જોવા મળે છે અમેરિકાના ફ્લોરીડા વિસ્તારમાં આ કેરી થાય છે આ કેરીમાં 75 % ખાંડ નું પ્રમાણ ઓછુ હોય છે જેને લઇ ડાયાબીટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. અને ખેડૂત માત્ર ઓર્ગેનિક ખેતી કરવા આપે છે ભાર. 👉 હાલના સમય માં પરંપરાગત કેરી ની ખેતી સાથે કેરીની નવી જાતનું સફળ ઉત્પાદન ખેડૂતો કરી રહ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય સંબધી કેરીનીની નવી જાત ટોમી એટકીન્સ નામની કેરીની સફળ ખેતી કરી રહ્યા છે. આ કેરીનો કલર જાંબલી એટલે રીંગણા જેવો થાય છે દેખાવે ખુબ સરસ લગતી આ કેરી માં અન્ય કેરી કરતા 75% શર્કરાનું પ્રમાણ ઓછું હોય છે. 👉 એટલે ડાયાબીટીસના દર્દીઓ માટે આશિર્વાદ રૂપ આ કેરી છે. સામાન્ય કેરીના વાવેતર સાથે આ કેરીનું વાવેતર કરી શકાય છે અને કેરીની વિદેશોમાં ખૂબ માંગ છે એટલે ભાવ પણ સારા આવે છે અને આ કેરીનાના ઝાડ અને નુક 👉 આપણા દેશમાં આ કેરી ખુબ ઓછા લોકો ખાય છે વિશ્વ બાઝાર માં કલર કેરીની ખૂબ માંગ છે અને તેમાં અલગ અલગ કેરીની લોકો ડીમાંડ કરે છે. અમેરિકાના ફ્લોરીડા બ્રીડ ટોમી એટકીન્સ કેરીમાં રેસા ખુબ વધુ હોય છે અને થોડી ખટાશ વાળી હોય છે એટલે ડાયાબિટિસ ના દર્દીઓ માટે સારી છે ભારત માં પણ એક વનરાજ નામની કેરી ની જાત છે તે પણ કલર વેરાઈટી છે તેનો ઉપર નો કલર લાલ હોય છે પણ અંદરનું પલ્પ આપણી કેરી જેવું હોય છે એટલે ટોમી એટકીન્સ એક કલર વાળી કેરી ની જાત છે. 👉 ટોમી એટકીન્સ તેમજ અન્ય કેરીના જાડ નીચે તુલસીના રોપા વાવવામાં આવ્યા છે. જેને લઇ આંબાના જાડ માં રોગ ઓછો આવે અને રોગ ઓછો આવતા દવાનું પ્રમાણ ઘટી જાય છે. એટલે જમીન ઓર્ગેનિક થતા તેમાં વાવેતર કરેલ ફળો પણ ઓર્ગેનિક થતા હોવાથી આવા ફળો સ્વાસ્થ્ય માટે ખુબ ઉપયોગી બને છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ન્યૂઝ18 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
1
અન્ય લેખો