AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડુતોને પાકની ચુકવણી માત્ર 3 દિવસમાં! અન્ય ઘણી સુવિધાઓ ઉપલબ્ધ
કૃષિ વાર્તાAgrostar
ખેડુતોને પાકની ચુકવણી માત્ર 3 દિવસમાં! અન્ય ઘણી સુવિધાઓ ઉપલબ્ધ
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી કૈલાસ ચૌધરીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કે ખેડુતોની ઉત્પાદનો ખરીદી કર્યા બાદ તેના રૂપિયા ફક્ત 3 દિવસમાં j ચૂકવવામાં આવશે. સરકારના આ મોટા નિર્ણયથી ખેડૂતોને મોટી રાહત મળી છે. તેમનું કહેવું છે કે કેન્દ્ર સરકાર હંમેશાં ખેડૂતોના ફાયદા માટે આગળ ઉભી રહે છે._x000D_ 3 દિવસમાં ખેડુતોને ચુકવણી : _x000D_ કૃષિ મંત્રી કૈલાસ ચૌધરીના જણાવ્યા મુજબ અગાઉ ખેડૂતો પાસેથી પાકની ખરીદી કર્યા બાદ ચુકવણી માટે એક મહિનાનો સમય લાગતો હતો. હવે આવું નહીં થાય, આ વખતે ખેડૂતો પાસેથી પાકની ખરીદી કર્યાના માત્ર 3 દિવસની રૂપિયા ચૂકવવામાં આવશે. તેનો રિપોર્ટ ટૂંક સમયમાં કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. કૈલાસ ચૌધરીનું કહેવું છે કે આ કટોકટીમાં ખેડૂતોનું કોઈ કામ અટકશે નહીં. આ સાથે, કૃષિ સંબંધિત તમામ કામો લોકડાઉનમાં ચાલુ રાખવામાં આવશે._x000D_ નહીં પડે ખેડુતોને પાક વેચવામાં તકલીફ: _x000D_ કેન્દ્ર સરકારે રાયડો અને ચણાની ખરીદીમાં વધારો કર્યો છે. અગાઉ ખેડૂત પાસેથી 1 દિવસમાં 25 ક્વિન્ટલ ખરીદવામાં આવતી હતી, પરંતુ હવે 40 ક્વિન્ટલ સુધીની ખરીદી કરવામાં આવશે. આ સાથે, ખેડૂતોને પાક વેચવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે._x000D_ મોદી સરકાર આપશે ખેડૂતોને સાથ : _x000D_ આ સંકટ સમયે ખેડુતોને અનેક સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. જેમ કે, પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોના ખાતામાં નાણાં મોકલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પાકના યોગ્ય ભાવો પણ આપવામાં આવી રહ્યા છે._x000D_ _x000D_ સંદર્ભ : Agrostar 16 એપ્રિલ 2020_x000D_ આપેલ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો._x000D_
432
0
અન્ય લેખો