યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
ખુશ ખબર! સોલાર પંપ માટે સરકાર આપી રહી છે સબસીડી
👉ખેડૂતોને સોલાર પંપ લગાવવા સબસિડી :-
કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પીએમ કુસુમ યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે સબસીડી આપી રહી છે. જેથી ખેડૂત સૌર ઉર્જાનો ઉપયોગ કરીને ઓછા ખર્ચમાં ખેડૂત પાકની પિયત કરી શકે. ખાસ વાત એ છે કે આ યોજના હેઠળ સરકાર ખેડૂતને જમીન પર સોલાર પેનલ લગાવવા માટે આર્થિક મદદ આપી રહી છે. તમે સરકારની પીએમ કુસુમ યોજનાથી સબસીડીનો લાભ લઈ શકો છો.
👉કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને ૬૦ ટકા સુધીની સબસીડી આપે છે
મળતી માહિતી મુજબ પીએમ કુસુમ યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને 60 ટકા સુધીની સબસીડી આપી રહી છે. આ સિવાય ખેડૂતો ૩૦ ટકા બેંક દ્વારા પણ લોન લઈ શકે છે. આવી સ્થિતિમાં ખેડૂતો આ પૈસાથી પોતાની જમીન પર સોલાર પેનલ લગાવી શકે છે. અને આ પાકને સારી રીતે પિયત આપી શકે છે.
👉આવી રીતે કરો અરજી
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ https://www.india.gov.in/ પર જઈને ઓનલાઈન અરજી કરવી પડશે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તમારે આધાર કાર્ડ, જમીન સહિતના દસ્તાવજો, એક ઘોષણા પત્ર, બેંક ખાતા માહિતી વગેરે જેવી મહત્વપૂર્ણ જાણકારી આપવી પડશે. સાથે જ ફોર્મમાં રાજ્ય, સોલાર પંપની ક્ષમતા, નામ મોબાઈલ નંબર સહિત ઘણી જાણકારી નોંધવી પડશે. આ ઉપરાંત ID પ્રૂફની કોપી જમા કરવી પડશે.
સંદર્ભ :- એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.