ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાદિવ્ય ભાસ્કર
ખુશ ખબર ! સામાન્યથી સારૂં રહેશે ચોમાસું, 1લી જૂને કેરળ પહોંચે તેવી શક્યતા !
👉 આ વર્ષે 1 જૂનથી શરૂ થનારું ચોમાસું એટલે કે વરસાદ સામાન્યથી સારો રહે તેવી શક્યતા છે. હવામાનની માહિતી આપનાર સંસ્થા સ્કાઈમેટ વેધર સર્વિસિઝે જણાવ્યું કે ભારતમાં આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સરેરાશ વરસાદ 907 મિલીમીટર પડી શકે છે. 👉 સમગ્ર ભારતમાં ચાર મહિના દરમિયાન સરેરાશ 880.6 મિલીમીટર વરસાદ થાય છે, જેને લોંગ પીરિયડ એવરજે (LPA) કહેવાય છે. સ્કાઈમેટ તેને જ સરેરાશ માનીને ચાલે છે. એટલે કે વરસાદના આ આંકડા 100% માનવામાં આવે છે. આ વર્ષે 907 મિલીમીટર વરસાદ પડશે તેવી શક્યતા છે. 2021માં મોનસૂન દરમિયાન 103% વરસાદ પડવાની સંભાવના છે. 96%થી લઈને 104%ના વરસાદને સામાન્યથી સારો વરસાદ કહેવામાં આવે છે. 2019માં આ આંકડો 110% અને 2020માં 109% રહ્યો હતો. હવે 2021માં સતત ત્રીજા વર્ષે સારા મોનસૂનનો ફાયદો મળશે. નોર્થ ઈસ્ટ અને કર્ણાટકમાં ઓછા વરસાદની શક્યતા 👉 રિપોર્ટ મુજબ આ વર્ષે જૂનમાં 177 મિલીમીટર વરસાદ પડી શકે છે, જ્યારે જુલાઈમાં 277, ઓગસ્ટમાં 258 અને સપ્ટેમ્બરમાં 197 મિલીમીટર વરસાદ પડે તેવી આશા છે. ખાસ વાત એ છે કે ગત વર્ષે જે વિસ્તારમાં સામાન્યથી ઓછો વરસાદ પડ્યો હતો, ત્યાં આ વર્ષે સારા વરસાદની સંભાવના છે. જૂનમાં બિહાર અને પશ્ચિમ બંગાળમાં સારા વરસાદની સંભાવના છે. જુલાઈ માસ દરમિયાન મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ રાજ્યોમાં સારો વરસાદ પડશે, જ્યારે નોર્થ ઈસ્ટ અને કર્ણાટકમાં વરસાદ સામાન્યથી ઓછો રહેશે તેવી આશંકા છે. સપ્ટેમ્બરમાં મધ્યપ્રદેશમાં સારા વરસાદની સંભાવના 👉 સપ્ટેમ્બરમાં મધ્યપ્રદેશ અને દેશના પશ્ચિમી ક્ષેત્રો જેવાં મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં સારો વરસાદ પડશે તેવી શક્યતા છે. આ વર્ષે પણ મુંબઈમાં વરસાદ જૂનના પહેલાં સપ્તાહથી જ શરૂ થશે. જોકે સ્કાઈમેટે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યોને લઈને અનુમાન હજુ નથી આપવામાં આવી રહ્યું, આ શક્યતા આખા દેશને ધ્યાનમાં રાખીને છે. પૂર્વાનુમાનના આધારે તૈયાર કરવામાં આવે છે યોજનાઓ 👉 હવામાન પૂર્વાનુમાનથી પ્રાકૃતિક આપદાઓ જેવાં કે ભારે વરસાદ, હીટ વેવ એટલે લૂ, શીતલહેરથી પાકને બચાવવાની તૈયારીમાં મદદ મળે છે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારને પણ દુકાળ અને પૂર જેવા કેસમાં ખેડૂતો સાથે જોડાયેલી યોજનાને તૈયાર કરવામાં મદદ મળે છે. સારા મોનસૂનથી ખેતી પર સારી અસર 👉 સારા મોનસૂનથી ખેતી પર સૌથી વધુ અસર જોવા મળે છે. ગત વર્ષે સમયસર વરસાદને પગલે રવી પાકનું વાવેતર રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું. ક્રિસિલ મુજબ સીઝનમાં 27 નવેમ્બર 2020 સુધી કુલ 348 લાખ હેક્ટેરમાં વાવેતર થયું, જે તેની આગામી સીઝનમાં 334 લાખ હેક્ટર હતું. એટલે કે 4%નો ગ્રોથ રહ્યો અને છેલ્લાં 5 વર્ષની સરેરાશથી પણ 2% વધુ રહ્યો. 👉 અવનવી માહિતી માટે ફોલો કરો હમણાં જ ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : દિવ્ય ભાસ્કર, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
32
10
સંબંધિત લેખ