ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાકૃષિ જાગરણ
ખુશખબર ! 7 કરોડ ખેડૂતોને મળશે લાભ ! કેસીસી ની રકમ થશે બે ગણી ?
લોકડાઉનમાં ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને અનેક પ્રકારની માંગ ઉભી થઈ રહી છે. કિસાન શક્તિ સંઘના અધ્યક્ષ પુષ્પેન્દ્રસિંહે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા બમણી કરવાની અને તેના વ્યાજ દરમાં ઘટાડો કરવાની માંગ કરી છે. તેમણે સરકાર પાસે માંગ કરી છે કે કેસીસીની મર્યાદાને રૂપિયા 6 લાખ કરવાની સાથે વ્યાજ દર 1 ટકા કરી દેવી જોઈએ. હાલમાં તેની મર્યાદા 3 લાખ રૂપિયા છે અને પૈસાની ચુકવણી પર વ્યાજ દર 4 ટકા છે. દેશભરમાં હાલમાં લગભગ 14.5 કરોડ ખેડૂત પરિવારો છે અને લગભગ સાત કરોડ ખેડુતો પાસે કે.સી.સી. ઉપલબ્ધ છે. _x000D_ _x000D_ કેસીસીમાં પરિવર્તન ઉપરાંત તેમણે તમામ પ્રકારના લોન, ખેડુતોના હપ્તા આખા વર્ષ માટે સ્થગિત કરવાની પણ માંગ કરી છે. સરકાર તરફથી રાહત રૂપે, કેસીસી પર બેંકો પાસેથી લેવામાં આવેલી તમામ ટૂંકા ગાળાની પાક લોનની ચુકવણીની તારીખ 31 માર્ચથી 31 મે સુધી બે મહિના વધારી દેવામાં આવી છે. જે બાદ ખેડુતો કોઈ પણ વ્યાજમાં કોઈ વધારો કર્યા વગર દર વર્ષે માત્ર 4 ટકાના જૂના દરે 31 મે સુધી તેમની પાક લોન ચૂકવી શકશે._x000D_ _x000D_ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટ : _x000D_ ખેડૂતો દ્વારા કૃષિ સંબંધિત કામ માટે કિસાન ક્રેડિટ કાર્ડ પર ખેડુતોએ લીધેલા રૂ.3 લાખ સુધીની લોનનો વ્યાજ દર 9% છે,અને સરકાર દ્વારા 2% સબસિડી આપવામાં આવે છે,જે પછી તેનો વ્યાજ દર 7% છે. સમયસર ચુકવણી પર તેને 3% વધુ છૂટ મળે છે, જે પછી 4% બાકી છે. જેને હવે એક ટકા કરવાની માંગ કરવામાં આવી રહી છે._x000D_ પીએમ કિસાન યોજના અને કેસીસી યોજના સાથે જોડવામાં આવી: _x000D_ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની બે મોટી યોજનાઓ છે જે હવે એક સાથે જોડવામાં આવી છે. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાસ ચૌધરીએ કિસાન સન્માન નિધિના લાભાર્થીઓને બેંકમાં જઈને કેસીસી માટે અરજી કરવા જણાવ્યું છે. _x000D_ _x000D_ સંદર્ભ: કૃષિ જાગરણ, 29 એપ્રિલ 2020 _x000D_ આપેલ કૃષિ સમાચાર ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો._x000D_
619
0
સંબંધિત લેખ