કૃષિ વાર્તાકૃષિ જાગરણ
ખુશખબર ! હવે ઘર માં એકથી વધુ વ્યક્તિઓને મળશે PM-કિસાન યોજનાના 6000 રૂપિયાનો લાભ !
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PMKSNY) નો લાભ હવે પરપ્રાંતિય મજૂરોને પણ મળશે. પરંતુ તેઓએ આ યોજનાનો લાભ લેવા ઘણી શરતો પૂરી કરવી પડશે. હવે એક ઘર માં ઘણા લોકો આ યોજનાનો લાભ લઈ શકશે. જે પુખ્ત વયના છે અને જેનું નામ મહેસૂલ રેકોર્ડમાં શામેલ છે. આ અંગે કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાસ ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ યોજનાનો લાભ લેવા માટે જે શરતો રાખવામાં આવી છે તે પુરી કરવા વાળા મજૂરોએ જ તેના માટે નોંધણી કરાવવી. સરકાર પૈસા આપવા તૈયાર છે. આ સિવાય મજૂરના નામે ખેતર હોવું જોઈએ. આ માટે નોંધણી કરવા માટે બહાર જવાની જરૂર નથી, પરંતુ, તમે આ યોજના માટે તેની ઓફિશ્યિલ વેબસાઇટ પર જઈને Farmer Corner ના માધ્યમ થી તમે અરજી કરી શકો છો. જો કોઈનું નામ ખેતીના કાગળોમાં છે તો તેના આધારે તેને જુદા જુદા ફાયદા મળી શકે છે. ભલે તે વ્યક્તિ સંયુક્ત કુટુંબનો ભાગ કેમ ન હોય. 5 કરોડ ખેડૂત આ યોજના થી વંચિત મોટાભાગના પરપ્રાંતિય મજૂરો ખેતી સાથે સંકળાયેલા છે. આ અંગે રાષ્ટ્રીય ખેડૂત ફેડરેશનના સ્થાપક સભ્ય નું કહેવું છે કે શહેરોમાંથી ગામડાઓમાં જતા મોટાભાગના મજૂરો હવે કૃષિ કાર્યમાં રોકાયેલા હશે અથવા તેઓ મનરેગા યોજના હેઠળ કામ કરશે. આવી સ્થિતિમાં, સ્થળાંતર કરનારા મજૂરો કે જેઓ પાસે ખેતર છે, તેઓએ પ્રથમ આ યોજના માટે નોંધણી કરાવી લેવી જોઈએ. આ યોજના હેઠળ તેમને વાર્ષિક 6000 રૂપિયા મળશે. આ માટે, મોટાભાગના ખેડૂત સંગઠનો અને કૃષિ વૈજ્ઞાનિકો તેને વધારવા માટે સતત દબાણ કરી રહ્યા છે. આ શરતોને પૂર્ણ કર્યા પછી જ કરી શકો છો રજીસ્ટ્રેશન : આ યોજના માટે મજૂરો માટે ખેતીની જમીનના દસ્તાવેજો ઉપરાંત પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે બેંક ખાતા નંબર અને આધાર નંબર હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાજ્ય સરકાર દ્વારા આ સમગ્ર ડેટાની ચકાસણી કર્યા પછી જ કેન્દ્ર સરકાર માંથી પૈસા આવે છે. મંત્રાલયનો સંપર્ક કરીને મેળવો સંપૂર્ણ માહિતી : મોદી સરકારની આ સૌથી મોટી ખેડૂત યોજના છે, જેનો કરોડો ખેડૂતો લાભ લઈ રહ્યા છે. તેથી, આ યોજનાનો લાભ મેળવવા માટે સરકારે ઘણી સુવિધાઓ પણ પૂરી પાડી છે. જેમાંથી એક ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર છે. જેની મદદથી ખેડૂત સીધા કૃષિ મંત્રાલયનો સંપર્ક કરી શકે છે. PM-Kisan ટોલ ફ્રી નંબર: 18001155266 PM-Kisan હેલ્પલાઇન નંબર:155261 PM-Kisan લેન્ડલાઇન નંબર: 011—23381092, 23382401 PM-Kisan ની બીજી હેલ્પલાઈન છે: 0120-6025109 E-Mail id : pmkisan-ict@gov.in સંદર્ભ : કૃષિ જાગરણ, 18 જૂન 2020 આ ઉપયોગી કૃષિ વાર્તા ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
372
7
અન્ય લેખો