AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખુશખબર, સૌરાષ્ટ્રમાં આ વર્ષે 36 ઈંચ વરસાદની હવામાન વિભાગની આગાહી !
મોન્સૂન સમાચારTV9 ગુજરાતી
ખુશખબર, સૌરાષ્ટ્રમાં આ વર્ષે 36 ઈંચ વરસાદની હવામાન વિભાગની આગાહી !
👉 હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં આજથી ચોમાસાની શરૂઆત થશે અને જૂન માસના અંત સુધીમાં ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થશે, ઉપરાંત આ વર્ષે સૌરાષ્ટ્રમાં સરેરાશ 36 ઇંચ જેટલો વરસાદ વરસવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 👉 સામાન્ય રીતે કેરળમાં નૈઋત્વનાં પવનો વરસાદ લાવે છે અને દેશમાં સૌથી પહેલા ચોમાસાનો પ્રારંભ કેરળથી જ થાય છે. મુંબઈમાં વરસાદ થયા બાદ હવામાન વિભાગે ગુજરાતનાં ચોમાસા વિશે આગાહી કરી છે. 👉 આ વર્ષે સૌરાષ્ટ્રમાં સરેરાશ 36 ઈંચ જેટલો વરસાદ પડશે. હવામાન વિભાગ મુજબ, સૌરાષ્ટ્ર પર અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે જેને કારણે સારો વરસાદ થશે. ઉપરાંત ચોમાસામાં બપોર બાદ જે વાદળો ઘેરાશે, તે વરસાદ લાવવામાં ખૂબજ અસરકારક સાબિત થશે. 👉 મહત્વપૂર્ણ છે કે, સૌરાષ્ટ્રમાં ખરીફ સિઝનમાં કપાસ અને મગફળીનું મહતમ ઉત્પાદન થાય છે. મોટાભાગની ખેતી વરસાદ પર આધાર રાખે છે. હાલ, હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં વરસાદ થશે, તો ધરતીપૂત્રોને જરુરથી ફાયદો થશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
27
10