યોજના અને સબસીડીGSTV
ખુશખબર, ફ્રી..ફ્રી..LPG ગેસ કનેક્શન, ફટાફટ આ રીતે કરી દો અરજી !
• ફ્રી LPG કનેક્શનની સુવિધા કેન્દ્ર સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી છે. જો તમે પણ આ સુવિધાનો લાભ લેવા માંગતા હો, તો હવે તમે ઘરે બેઠા અરજી કરી શકો છો. નાણાં પ્રધાને આ યોજના હેઠળ 1 કરોડ ગેસ કનેક્શન આપવાની જાહેરાત કરી છે. ચાલો તમને જણાવીએ કે તમે ફ્રી ગેસ કનેક્શન માટે કેવી રીતે અરજી કરી શકો છો-
અરજી પ્રક્રિયા :
• pmujjwalayojana.com પર ક્લિક કરો.
• હોમપેજ પર ડાઉનલોડ ફોર્મ પર જાઓ અને તેના પર ક્લિક કરો.
• ડાઉનલોડ ફોર્મ પર ક્લિક કર્યા પછી, પીએમ ઉજ્જવલા યોજનાનું ફોર્મ આવશે.
• હવે ફોર્મમાં તમારું નામ, ઈ-મેલ આઈડી, ફોન નંબર અને કેપ્ચા ભરો.
• હવે OTP જનરેટ કરવા માટે બટન પર ક્લિક કરો.
• તે પછી ફોર્મ ડાઉનલોડ કરો.
નજીકની LPG ગેસ એજન્સીમાં ફોર્મ સબમિટ કરો :
• હવે તમારે આ ફોર્મ તમારી નજીકની LPG એજન્સીમાં સબમિટ કરવાની રહેશે. આ સાથે, તમારે આધાર કાર્ડ, સ્થાનિક સરનામાંનો પુરાવો, બીપીએલ રેશનકાર્ડ અને ફોટો વગેરે જેવા ડોક્યુમેન્ટ આપવાના રહેશે. ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કર્યા પછી, તમને LPG ગેસ કનેક્શન મળશે.
કોણ અરજી કરી શકે :
• ભારતના નાગરિક હોવું જરૂરી છે.
• તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
• ગરીબી રેખા નીચે હોવી જોઈએ.
• પરિવારની મહિલાઓ અરજી કરી શકે છે, જેમની પાસે ગેસનું કનેક્શન નથી.
• પહેલેથી આવી કોઈ યોજનાનો લાભ લઈ રહ્યા નથી.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : GSTV.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.