કૃષિ વાર્તાGSTV
ખુશખબર, ખેતીવાડીમાં રાત્રે વીજ પુરવઠો અપાશે !
⚡ ગુજરાતમાં વીજ કટોકટીની સમસ્યા 15 દિવસમાં ઉકેલાઈ જશે તેવો દાવો કરતા રાજ્યના ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇએ વાપી ખાતેના એક કાર્યક્રમમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં ખેતીવાડીમાં વીજકાપની ઊભી થયેલી સમસ્યા દુર કરવા રાત્રિ દરમિયાન વીજ પુરવઠો પુરો પાડવામાં આવશે.
⚡ સમગ્ર વિશ્વમાં ઊભી થયેલી વીજ કટોકટીની સમસ્યાના કારણે વીજ પુરવઠો ગમે ત્યારે ખોરવાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દેશમાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં વીજ કટોકટીની સમસ્યા નહીંવત્ હોવાનું જણાવ્યું હતું. 493 મેગાવોટની જંગી અછત હોવા છતાં તેમણે એવો દાવો કર્યો કે, 15 દિવસમાં ગુજરાત રાજ્યમાં વીજ પુરવઠાની સ્થિતિ રાબેતા મુજબ થઈ જશે.
⚡ વધુમાં ઉમેર્યું કે, સૌરાષ્ટ્રમાં ખેતીવાડીમાં વીજકાપની સમસ્યા છે. જેને નિવારવા ત્યાંના ખેડૂતોને રાત્રિ દરમિયાન વીજ પુરવઠો પુરો પાડવામાં આવશે. જ્યારે ઈલેક્ટ્રીસિટી એક્ષચેન્જમાંથી યુનિટના રૂ.10.25 ચુકવવા છતાં તેનો બોજો વીજ વપરાશકર્તાઓ પર નહીં પડે, વધુ ભાવે કરાતી ખરીદીનો બોજો સરકાર ઉઠાવે છે.
⚡ કૃષિ ક્ષેત્રને મળતી વીજળીમાં કાપ મૂકાયો: અત્યારે કૃષિ ક્ષેત્રને મળતી વીજળીમાં કાપ મૂકાયો છે. સમય જતાં પરિસ્થિતિ ન સુધરે તો ઔદ્યોગિક એકમો પર પણ વીજ કાપ આવી શકે છે. એક તરફ સરકાર વીજળીની અછત ન હોવાનો દાવો કરી રહી છે ત્યારે બીજી તરફ સરકાર અઘોષિત પાવર કટ લાગુ કરી રહી છે.ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કોર્પોરેશન લિમિટેડ કે પછી ગુજરાત વીજ નિયમન પંચમાં ન હોવાથી ગુજરાતના 1.3 કરોડ વીજ જોડાણધારકોએ વરસે દહાડે રૂ. 7 હજાર કરોડનો વધારાનો બોજ વેઠવો પડ્યો છે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : GSTV.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.