AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખુશખબર ! ખેડુતો એ લેવી છે લાખો રૂપિયાની લોન, તો ઉપયોગ કરો યુનિયન બેંક નું આ ગ્રીનકાર્ડ !
કૃષિ વાર્તાAgrostar
ખુશખબર ! ખેડુતો એ લેવી છે લાખો રૂપિયાની લોન, તો ઉપયોગ કરો યુનિયન બેંક નું આ ગ્રીનકાર્ડ !
ઘણા ખેડુતોને ખેતીમાં કંઈક મોટું કરવા માટે પૈસાની જરૂર પડતી હોય છે. એવા પણ ઘણા ખેડૂતો છે જે પૈસાના અભાવે ખેતી નથી કરી શકતા. તેને ધ્યાનમાં રાખીને યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ખેડૂતોને એક સ્પેશ્યલ કાર્ડ આપવામાં આવી રહ્યું છે. તે ગ્રીન કાર્ડ તરીકે ઓળખાય છે. ચાલો અમે તમને ગ્રીન કાર્ડથી સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપીશું. શું છે ગ્રીન કાર્ડ ? (What is Green Card?) આ કાર્ડ દ્વારા, ખેડુતો કાર્યકારી મૂડીની આવશ્યકતાઓને પૂર્ણ કરી શકે છે. આ અંતર્ગત ખેડુતોને ગૌણ સિંચાઇ, કૃષિ મશીનો જેવા કામો માટે લોન આપવામાં આવે છે. આ સિવાય અન્ય મહત્ત્વના કામો જેમ કે શિક્ષણ, વપરાશ યોગ્ય વસ્તુઓ, તબીબી ખર્ચ વગેરે માટે 25 ટકા અથવા 50 હજાર રૂપિયા માં જે ઓછું હોય તેટલી લોન આપવામાં આવે છે. જણાવીએ કે આ સુવિધા કેશ ક્રેડિટ ક્રોપ લોન યોજના હેઠળ આપવામાં આવી રહી છે. યુનિયન બેંકનું ટ્વિટ (Union Bank's tweet) માહિતી માટે જણાવી દઈએ કે આ સંદર્ભે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા એ ટ્વીટ કરીને માહિતી આપી છે. બેંકે દ્વારા ટ્વીટ કર્યું છે કે ખેડુતોને કાર્યકારી મૂડી માટે ગ્રીન કાર્ડની સુવિધા આપવામાં આવી રહી છે. વધુ માહિતી માટે, મુલાકાત લો. કોણ લઈ શકે છે લોન (Who can take a loan) આ લોનની સુવિધા નો લાભ બધા ખેડુતો ઉઠાવી શકે છે. ખેડૂત ડિફોલ્ટર ન હોવા જોઈએ. આ સિવાય કોઈપણ પ્રગતિશીલ, ભણેલ, અભણ, માલિક, ભાડૂત કોઈ પણ મેળવી શકે છે. તમે આ સુવિધાનો લાભ સોના ના આભૂષણ, એનએસસી, એફડીઆર અને કેવીપી વગેરે માટે પણ લઈ શકો છો. લોન લેવા ની પાત્રતા (Loan eligibility) સૌથી અગત્યની બાબત એ છે કે પ્રગતિશીલ, ભણેલ, અભણ, માલિક, ભાડૂત આ લોન લઈ શકે છે. આ લિંક પર જઈને સંપૂર્ણ માહિતી વાંચો (Read full information by visiting this link) જો કોઈ ખેડૂત આ સંદર્ભે વધુ માહિતી મેળવવા માંગે છે, તો તમે આ લિંક https://unionbankofindia.co.in/english/rabd-short-products-service.aspx પર જોઈ શકો છો. એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Agrostar, 25 નવેમ્બર, 2020 આ ઉપયોગી કૃષિ વાર્તા ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
60
0
અન્ય લેખો