AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખાસ યોજના ની મળી મંજૂરી, જાણો ક્યા ખર્ચ થશે કરોડો રૂપિયા !
સમાચારGSTV
ખાસ યોજના ની મળી મંજૂરી, જાણો ક્યા ખર્ચ થશે કરોડો રૂપિયા !
કેન્દ્રીય કેબિનેટ તરફથી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાને મંજૂરી મળી ગઈ છે. 64 હજાર કરોડ રૂપિયાની આ યોજના છે. યોજના હેઠળ તમામ જિલ્લા અને 3382 બ્લોકમાં સંકલિત જન આરોગ્ય લેબની સ્થાપના કરવામાં આવશે. યોજનાની મુખ્ય વાતો : 👉 હાઈ ફોકસવાળા 10 રાજ્યોમાં 17,788 ગ્રામીણ સ્વાસ્થ્ય અને આરોગ્ય કેન્દ્રો માટે સહાયતા 👉 તમામ રાજ્યોમાં 11,024 શહરી સ્વાસ્થ્ય અને આરોગ્ય કેન્દ્રોની સ્થાપના 👉 તમામ જિલ્લાઓમાં સંકલિત જાહેર સ્વાસ્થ્ય લેબો અને 11 ઉચ્ચ ફોકસવાળા રાજ્યોમાં 3382 બ્લોક જાહેર સ્વાસ્થ્ય એકમોની સ્થાપના 👉 602 જિલ્લાઓ અને 12 કેન્દ્રીય સંસ્થાઓમાં ક્રિટિકલ કેર હોસ્પિટલ બ્લોકની સ્થાપના 👉 રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર, તેની 5 પ્રાદેશિક શાખાઓ અને 20 મહાનગર સ્વાસ્થ્ય દેખરેખ એકમોને મજબૂત બનાવવું 👉 તમામ જાહેર સ્વાસ્થ્ય લેબબોને જોડવા માટે તમામ રાજ્યો/સંઘ રાજ્ય વિસ્તારોમાં સંકલિત આરોગ્ય માહિતી પોર્ટલનો વિસ્તાર 👉 17 નવી જાહેર આરોગ્ય એકમોનું સંચાલન અને 33 વર્તમાન જાહેર આરોગ્ય એકમોને મજબૂત કરવા, જે 32 એરપોર્ટ, 11 પોર્ટ અને 7 લેન્ડ ક્રોસિંગ પર છે. 👉 15 હેલ્થ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને 2 મોબાઇલ હોસ્પિટલની સ્થાપના 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
20
3
અન્ય લેખો