AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખાસ એલર્ટઃ ચેતજો નહિંતર ખાલી થઈ જશે એકાઉન્ટ !
સમાચારVTV ન્યૂઝ
ખાસ એલર્ટઃ ચેતજો નહિંતર ખાલી થઈ જશે એકાઉન્ટ !
👉 દગાખોરોથી સાવધાન રહો અને શેર ન કરો કોઈ પણ ડેટા 👉 બેંકે ગ્રાહકોને ચેતવ્યા 👉 આજના સમયમાં બધું ઓનલાઈન થયું છે કેમકે જમાનો હવે ડિજિટલ થયો છે. કોરોના મહામારીના સમયે ઓનલાઈન સેવાઓથી રાહત મળે છે. ઘરમાં બેઠા બેઠા કામ થઈ જાય છે. બેંકના કામથી લઈને ખરીદીની અનેક ચીજો ફોનથી તમે પતાવી લેતા હોવ છો. આ સમયે તમારી આદતથી તમે સાઈબર ઠગનો શિકાર પણ સરળતાથી બની જાઓ છો. તેઓ તમને તેમની જાળમાં ફસાવવાની કોશિશ કરે છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આ માટે ગ્રાહકોને ખાસ ચેતવણી આપી છે 👉 સલાહ આપીએ છીએ કે દગાખોરોથી સતર્ક રહો અને કોઈ પણ સંવેદનશીલ ડેટાને ઓનલાઈન શેર ન કરો અથવા તો કોઈ અજ્ઞાત સ્ત્રોતથી કોઈ એપને ડાઉનલોડ પણ ન કરો. કોઈની સાથે શેર ન કરો પર્સનલ ડિટેલ્સ 👉 એસબીઆઈએ પોતાના દિશા નિર્દેશમાં કહ્યું છે કે ગ્રાહકો ખાસ કરીને પોતાની પર્સનલ જાણકારી જેમ કે બર્થડેટ, ડેબિટ કાર્ડ નંબર, ઈન્ટરનેટ બેકિંગ યૂઝર આઈડી/પાસવર્ડ, ડેબિટ કાર્ડ પિન નંબર, સીવીવી, ઓટીપી વગેરેને શેર ન કરો. દગાખોરો કરે છે આ કામ 👉 દગાખોરો ગ્રાહકોની પાસે એસબીઆઈ કે આરબીઆઈ અને સરકારની તરફથી કોલ કરવાનો દાવો કરે છે. આ સાથે તમને જાળમાં ફસાવવાની કોશિશ કરે છે. આ ફોન કોલથી સાવધાન રહો અને સાથે કેવાઈસીને માટે પણ ફોન આવે છે અને પર્સનલ ડિટેલ્સ માંગવામાં આવે છે તો એલર્ટ રહો તે જરૂરી છે. આવી ઓફર પર ન આપો ધ્યાન 👉 કોઈ અજ્ઞાત સ્ત્રોતથી ટેલિફોન કોલ/ ઈમેલ આવે છે તો મોબાઈલ એપ ડાઉનલોડ ન કરો. તેમાં એટેચમેન્ટ લિંક પર ક્લિક કરવાનું ટાળો. ઈમેલ, એસએમએસ અને અન્ય સોશ્યલ મીડિયાના માધ્યમથી કોઈ પણ ઓફરનો જવાબ ન આપો. તે ગમે તેવી આકર્ષક હોય તો પણ ફ્રોડનો શિકાર થવાથી બચો. તમારી સુરક્ષા તમારા હાથમાં છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યૂઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
10
4
અન્ય લેખો