AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વાયરલ જુગાડ GSTV
ખાલી ડ્રમનો જુગાડ અદભુત વોશિંગ મશીન બનાવ્યું !
🛢️સોશિયલ મીડિયા પર દેશી જુગાડના તો અનેક વીડિયો જોવા મળે છે અને એ વીડિયો એ વાં હોય છે કે જેને જોયા બાદ તુરંત આપણાં મોમાંથી ‘વેરી ગુડ’ એવું નીકળી જાય છે. ઘણી વાર એવું બને છે કે, આપણે કોઈ કામને સરળ બનાવવા દેશી જુગાડનો ઉપયોગ કરીએ છીએ. દેશી જુગાડ એ એક એવી યુક્તિ છે કે જે દરેક સમસ્યાનું સમાધાન કરી શકે છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક મજેદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જે ખૂબ જ અદભૂત છે. આ વીડિયોમાં એક ડ્રમ દેખાય છે.આ કોઈ ડ્રમ નથી પરંતુ દેશી વોશિંગ મશીન છે. કદાચ એટલાં માટે જ બધાને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. 🛢️વાસ્તવમાં એક વ્યક્તિએ જુગાડથી જોરદાર વોશિંગ મશીન બનાવી દીધું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર પૂર જોશમાં વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેને જોઈને પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. સાથે તેના ભરપૂર વખાણ પણ કરી રહ્યાં છે. તમે બધા જાણતા હશો કે પહેલાના જમાનામાં લોકો હાથથી કપડા ધોતા ને ત્યાર બાદ વોશિંગ મશીન આવ્યું. ત્યારે તમને ખ્યાલ જ છે કે, આજના સમયમાં જે લોકો પાસે વોશિંગ મશીન નથી તેઓએ હજુ પણ હાથથી જ કપડા ધોવા પડે છે. 🛢️ પરંતુ એક માણસને કપડાં ધોવા માટે એક અદ્ભુત દેશી જુગાડ પણ હાથે લાગ્યો છે. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, આખરે કેવી રીતે વ્યક્તિએ કપડાં ધોવા માટે આ વ્યક્તિએ ડ્રમ વોશિંગ મશીન બનાવ્યું. આ ઈનોવેશન જોયા બાદ તમે પણ એક વાત કહેશો કે ભાઈ આ દેશી જુગાડ સામે મોટા-મોટા એન્જીનિયરો પણ નિષ્ફળ ગયા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ નવાં વોશિંગ મશીનને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. સાથે લોકો આ વીડિયો પર લાઈક્સ અને કોમેન્ટ પણ મન મૂકીને કરી રહ્યાં છે. 🛢️ આ વીડિયો જોયા બાદ તમે બધા જ એવું વિચારતા હશો કે, આ વ્યક્તિએ ખરેખર અદભુત વોશિંગ મશીન બનાવ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ‘the.funny.us’ નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 40 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યાં છે. સંદર્ભ : GSTV, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
2