AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખારેક વેચી લાખો રૂપિયાની
સફળતાની વાર્તાએગ્રોસ્ટાર
ખારેક વેચી લાખો રૂપિયાની
🌴આધુનિક સમયમાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે. જેને લઈને ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન પણ મેળવી રહ્યા છે. તેવા એક ખેડૂતે ખારેકની ઓર્ગેનીક ખેતી કરી છે. આ ખેતીથી તેમણે મોટી આવક મેળવી છે. Image:-1 🌴પોરબંદર નજીકના કોલીખડા સીમ વિસ્તારમાં 20 વીઘા જમીન ધરાવતા ભાવેશ બાપોદરાએ આજથી 5 વર્ષ પૂર્વે સાત વિઘામાં ખારેકના 220 રોપાનું વાવેતર કર્યું હતું. જેમાં 210 માદા અને 10 નરના રોપાનું વાવેતર કર્યુ હતું. 🌴આંકડાના ઝાડ અને દેશી ખાતર તૈયાર કરીને તેમને તેમાં સફળતા મળી હતી અને છેલ્લા ત્રણ વર્ષથી તેઓ ખારેકનું ઉત્પાદન લઇ રહ્યા છે. આ વર્ષે એક ઝાડમાંથી અંદાજે 70થી 80 કિલો ખારેકનું ઉત્પાદન થયું છે. મીઠી મધ જેવી ઓર્ગેનીક ખારેકનો સ્વાદ કંઈક અલગ છે અને તેની માંગ પણ જોવા મળી રહી છે. image:-2 🌴પોરબંદરના કોલીખડા ગામના ખેડૂત ભાવેશ બાપોદરાએ ઓર્ગેનિક 220 રોપા ખારેકનું વાવેતર કર્યું હતું. ખારેકના બાગાયતી પાક ખારેકમાં ખેડૂત દ્વારા ઓર્ગેનિક ખાતરનો છંટકાવ કરવામાં આવે છે. ખેડૂત જેમાં આંકડા ઝાડ તેમજ ગૌમૂત્રનું ઓર્ગેનિક ખાતર બનાવી છંટકાવ કરે છે. image:-3 🌴 ખારેકની ખેતી માટે તેઓ વાપીથી ખારેકના છોડ લાવ્યા હતા અને તેનું વાવેતર કર્યું હતું. છેલ્લા પાંચ વર્ષથી તેમનો સમગ્ર પરિવાર ખારેકની ખેતી કરે છે. હાલ ખારેકનો પાક તૈયાર થઇ ગયો છે ત્યારે તેનું વેચાણ પણ તેમના પરિવારજનો કરે છે.આજે તેઓ ઓર્ગેનિક ખારેક વેચી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. 👉સંદર્ભ : Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર !
14
1
અન્ય લેખો