કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
ખાદ્ય ઉત્પાદન 28.33 કરોડ ટન થવાનું અનુમાન
કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું છે કે ચાલુ પાક સિઝન 2018-19 ના ત્રીજા પ્રારંભિક અનુમાન મુજબ કુલ ખાદ્ય ઉત્પાદનનું છે 28.33 ટન થવાનું અનુમાન, જે બીજા પ્રારંભિક અનુમાન 27.74 કરોડ કરતાં વધુ છે. ચાલુ સિઝનમાં ચોખાનું ઉત્પાદન વધીને 11.56 કરોડ ટનનું અનુમાન છે જે બીજા પ્રારંભિક અનુમાન સમાન છે. ઘઉં નું ઉત્પાદન ચાલુ રવી પાકમાં રેકોર્ડ 10.12 કરોડ ટન ઉત્પાદન થવાનું અનુમાન છે, જ્યારે બીજા પ્રારંભિત અનુમાન માં ઘઉં નું ઉત્પાદન નું અનુમાન 9.91 કરોડ ટન હતું.
મકાઈનું ઉત્પાદન અંદાજે 278.2 લાખ ટન થવાનું અનુમાન છે. ચાલુ પાક સિઝનમાં ચણાનું ઉત્પાદન 100.9 લાખ ટન અને તુવેરનું ઉત્પાદન 35 લાખ ટન થવાનું અનુમાન છે. તૈલીય પાકમાં સોયાબીનનું ઉત્પાદન ત્રીજા પ્રારંભિક અંદાજ મુજબ 137.4 લાખ ટન અને રાયડાનું 87.8 લાખ ટન થવાનું અનુમાન છે. મગફળીનું ઉત્પાદન 65 લાખ ટનનું અનુમાન છે. કપાસનું ઉત્પાદન 275.9 લાખ ટન થવાનું અનુમાન છે. સ્રોત - આઉટલુક એગ્રીકલ્ચર, 3 જૂન 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
31
0
સંબંધિત લેખ