સમાચારએગ્રોસ્ટાર
ખાતા અલગ કરવા પર ફરી જમીન માપણી નહીં કરવી પડે !!
📢આ બાબતની રજુઆત પૂર્વ કેબિનેટ મંત્રી તેમના રોજિંદા ગ્રામીણ પ્રવાસ માં વારંવાર સામે આવતી જોવા મળતા આ બાબતે તેમના દ્વારા રાજયના મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રી ને લેખિત તેમજ મૌખિક રૂબરૂ મળી રજુઆત કરવામાં આવી હતી. આ બાબતે પૂર્વ મંત્રીની રજુઆત ધ્યાને લઈ ખેડૂતોની મુશ્કેલીઓ નિવારવા વર્તમાન સરકાર દ્વારા તારીખ ૨૩/૦૯/૨૦૨ના રોજ પરિપત્ર ક્રમાંકઃ સીટીએસ/૧૩૨૦૨૨/૧૫૦૮/હ થી જૂનો હુકમ સ્થગિત કરતા હવે ખેડૂતોના હિતમાં જમીનની માપણી બાદ જમીનના ૭-૧૨ ના પાના અલગ કરવા અંગેનો નિર્ણય મોકૂફ રાખેલ છે. અને ખેડૂતોની અરજી આધારે દાખલ થયેલ એન્ટ્રી મુજબ જ જમીનના ખાતા અલગ કરી આપવા સંબધિતો ને જી.આર. કરી સુચના આપેલ છે. જેના કારણે હજારો ખેડૂતોની મુશ્કેલીનો અંત આવેલ છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.