AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખાતામાં હજુ સુધી નથી આવ્યા પૈસા, જાણો કઈ તારીખે થશે ટ્રાન્સફર !
કૃષિ વાર્તાન્યૂઝ18 ગુજરાતી
ખાતામાં હજુ સુધી નથી આવ્યા પૈસા, જાણો કઈ તારીખે થશે ટ્રાન્સફર !
👉 કિસાન સન્માન નિધિનો પ્રથમ હપ્તો સામાન્ય રીતે 20 એપ્રિલ સુધીમાં આવી જાય છે. પરંતુ આ વખતે થોડું મોડું થઈ ગયું છે. સરકાર થોડા સમયમાં જ રૂ. 2000-2000 ક્રેડિટ કરી દેશે. આ યોજના અંતર્ગત 3 હપ્તામાં ખેડૂતોને રૂ. 6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ હપ્તો ખૂબ મોડો પડ્યો છે. ત્યારે ચાલુ મહિનામાં આ હપ્તો બેન્ક ખાતાઓમાં નાખી દેવામાં આવે તેવા અહેવાલો મળી રહ્યા છે. શા માટે થયું મોડું? 👉 મીડિયા અહેવાલો મુજબ કોરોના સંકટના કારણે ચાલુ મહિને હપ્તામાં મોડું થઈ ચૂક્યું છે. આ ઉપરાંત પાત્ર ન હોવા છતાં પણ લાભ લીધો હોય તેવા ખેડૂતો પાસેથી પણ વસૂલાત થઈ રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી લગભગ 9.5 કરોડ ખેડૂતોને પ્રથમ હપ્તાના રૂપમાં કુલ રૂ. 19,000 કરોડ આપવામાં આવશે. ખાતામાં પૈસા ક્યારે આવશે? 👉 8માં હપ્તાના પૈસા ખાતામાં 1 એપ્રિલના રોજ આવી જવાના હતા, પરંતુ હજુ સુધી તે જમા થયા નથી. ત્યારે 8મો હપ્તો 10મી મે સુધીમાં ખેડૂતોના ખાતમાં નાખી દેવામાં આવશે તેવું મીડિયા રિપોર્ટના માધ્યમથી જાણવા મળે છે. અલબત્ત કેન્દ્ર સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. યાદીમાં નામ છે કે નહીં? આવી રીતે ચેક કરો 1. સૌપ્રથમ પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in પર જાઓ. 2. હોમપેજ પર તમને Farmers Cornerનો વિકલ્પ જોવા મળશે. 3. Farmers Corner સેક્શનમાં Beneficiaries List વિકલ્પ પર ક્લિક કરો. 4. ત્યાર બાદ ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી રાજ્ય, જિલ્લો, ઉપજિલ્લો, બ્લોક અને ગામ સિલેક્ટ કરવાનું રહેશે. 5. હવે Get Report પર ક્લિક કરવાથી લાભાર્થીની યાદી સામે આવી જશે. જેમાં તમે તમારું નામ ચેક કરી શકો છો. યોજનાનો લાભ લેવા આવી રીતે કરાવો નોંધણી 1. સત્તાવાર વેબસાઈટ https://pmkisan.gov.in પર જાઓ. 2. હવે Farmers Corner પર જાઓ. 3. હવે 'New Farmer Registration' પર ક્લિક કરો. 4. આધાર નંબર નાખો 5. કેપ્ચા કોડ નાખીને રાજ્યની પસંદગી કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે 6. વ્યક્તિગત વિગતો આપવી પડશે 7. બેંક એકાઉન્ટની જાણકારી અને ખેતર સાથે જોડાયેલી વિગતો ભરવી પડશે 8. હવે તમે ફોર્મ સબમિટ કરી શકો છો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ન્યૂઝ18 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
19
5
અન્ય લેખો