AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખાતામાં રૂપિયા આવશે પરત ? સરકારે જાહેર કરી જોરદાર ગાઇડલાઇન્સ !
કૃષિ વાર્તાVTV Gujarati News
ખાતામાં રૂપિયા આવશે પરત ? સરકારે જાહેર કરી જોરદાર ગાઇડલાઇન્સ !
સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્રને RBI તરફથી લોન પરત કરવાને લઇને આપવામાં આવેલા સમય હેઠળ 2 કરોડ રૂપિયા સુધીની લોન પર વ્યાજ છૂટ યોજનાને જલ્દીથી જલ્દી લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ દિશાનિર્દેશ આવ્યો છે. શુ હશે આ લાભનો સમયગાળો? નાણાંકીય સેવા વિભાગ દ્વારા જાહેર કરાયેલા દિશાનિર્દેશ અનુસાર લોન ચૂકવાનાર (દેવાદાર) સંબંધિત લોન ખાતા પર યોજનાનો લાભ લઈ શકે છે. આ લાભ 1 માર્ચ 2020થી 31 ઓગસ્ટ, 2020 સુધીના સમય માટે છે. જેના અનુસાર જે દેવાદારો ઉપર 29 ફેબ્રુઆરી સુધીની કુલ લોન 2 કરોડ રૂપિયાથી વધારે નથી, આ યોજનાનો લાભ ઉઠાવવા માટે લાયક ગણાશે. આ લોન પર મળશે લાભ : આ યોજના હેઠળ ઘર લોન, શિક્ષણ લોન, ક્રેડિટ કાર્ડની બાકી રકમ, વાહન લોન, MSME (સૂક્ષ્મ, લઘુ તેમજ માઇક્રો ધંધા), ટકાઉ ગ્રાહક સામાન માટે લેવામાં આવેલી લોન તેમજ વપરાશ માટે લેવામાં આવેલી લોન ધારકોને લાભ મળશે. લોન ખાતામાં રૂપિયા પરત આવશે : દિશાનિર્દેશ અનુસાર બેંક અને નાણાંકીય સંસ્થા પાત્ર દેવાદારના લોન ખાતામાં ગ્રેસ પીરિયડ હેઠળ વ્યાજની ઉપર વ્યાજ અને સાધારણ વ્યાજની વચ્ચેના ડિફ્રરન્ટની રકમ જમા થશે. આ યોજના બધા પાત્ર દેવાદારો માટે છે, જેમણે આરબીઆઇ દ્વારા 27 માર્ચ 2020ના રોજ જાહેર કરેલી યોજના હેઠળ પૂર્ણ રીતે અથવા આંશિક રીતે લોન પરત કરવાની છૂટ-છાટનો લાભ ઉઠાવ્યો છે. સંદર્ભ : VTV Gujarati. આપેલ સમાચાર ને લાઈક કરો અને અન્ય મિત્રો ને શેર કરો અને અન્ય માહિતી મેળવવા માટે ક્લિક કરો, ulink://android.agrostar.in/publicProfile?userId=558020
48
6
અન્ય લેખો