AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખાતર બનાવતી કંપનીઓ માટે 10% સેન્દ્રિય ખાતરનું ઉત્પાદન કરવું જરૂરી
કૃષિ વાર્તારાજસ્થાન પત્રિકા
ખાતર બનાવતી કંપનીઓ માટે 10% સેન્દ્રિય ખાતરનું ઉત્પાદન કરવું જરૂરી
નવી દિલ્લી; ખાતર બનાવતી કંપનીઓ માટે રાસાયણિક ખાતર સાથે ઓછામાં ઓછું 10% સેન્દ્રિય ખાતરનું ઉત્પાદન કરવું ફરજિયાત છે. ટૂંક સમયમાં રાષ્ટ્રીય કામધેનુ સમિતિ સરકારને કૃભકો અને ઇફ્ફકો જેવી કંપનીઓએ તેના વાર્ષિક ઉત્પાદનમાં 10% છાણ અને ગૌમૂત્ર વાળા સેંન્દ્રિય ખાતરનો સમાવેશ કરવો જોઇએ તેની ભલામણ કરશે. સમિતિએ સૂચવ્યુ હતું કે,જેટલું જલ્દી સેન્દ્રિય ખાતરનું ઉત્પાદન કરવામાં આવશે, તેમ જૈવિક ખેતીને પ્રોત્સાહન મળશે અને બહારથી આયાત કરવામાં આવતા રાસાયણિક ખાતર પરની નિર્ભરતામાં ઘટાડો થશે. તેનાથી વિદેશી નાણાની પણ બચત થશે તેમજ ગાયના છાણ અને ગૌમૂત્રનો પણ યોગ્ય ઉપયોગ કરી શકાશે.
રાષ્ટ્રીય કામધેનુ પરિષદ મુજબ, આની અર્થતંત્ર પર પણ સારી અને હકારાત્મક અસર થશે. ડેરી ઉદ્યોગ પણ દૂધના ઉત્પાદનો તેમજ ગાયના છાણ અને ગૌમૂત્રના વેચાણ દ્વારા આવક મેળવશે.કેન્દ્રમાં નવી સરકારના નિર્માણ બાદ, આ દરખાસ્તને રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા મૂકવામાં આવશે. સમિતિ એવું માને છે કે આ પગલા દ્વારા ખેતીનો ખર્ચો ધટાડી શકાશે અને જૈવિક ખેતીને પણ પ્રોત્સાહન મળશે. સ્ત્રોત - રાજસ્થાન પત્રિકા, 11 મે 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
69
0